+

‘21 મી સદીના ઇતિહાસમાં ભારતની સોલાર ક્રાંતિનો અધ્યાય સોનેરી અક્ષરે લખાશે’ RE-INVEST સમિટ PM મોદીનું સંબોધન

ભારતમાં સૌથી પહેલા સોલાર પાવર પોલિસી ગુજરાતે બનાવી હતી અમારું લક્ષ્યાક ટોપ પર પહોંચવાનું નહીં પણ ત્યાં ટકી રહેવાનું છે G20 નો ભારત પહેલો દેશ છે જેને 9 વર્ષ પહેલા…
  1. ભારતમાં સૌથી પહેલા સોલાર પાવર પોલિસી ગુજરાતે બનાવી હતી
  2. અમારું લક્ષ્યાક ટોપ પર પહોંચવાનું નહીં પણ ત્યાં ટકી રહેવાનું છે
  3. G20 નો ભારત પહેલો દેશ છે જેને 9 વર્ષ પહેલા જ લક્ષ્યાંક હાંસલ કર્યા

PM Modi Speech: ગુજરાતના પ્રવાસમાં આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીંયુએબલ એનર્જી મીટમાં સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભારતની વિકાસના અનેક મુદ્દાઓને આવરી લીધા અને તેની પર પ્રકાસ પાડ્યો હતો. નોંધનીય છે કે, અત્યારે જે પ્રકારે ઉર્જા ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે તેમાં ગુજરાત પણ મહત્વનો ભાગ ભજવે તે માટે 4th Global Renewable Energy Investors Meet & Expo નું આયોજન કરવામાં આવ્યું છે.

4 કરોડ ઘર અગાઉની અમારી સરકાર બનાવી ચૂકી છે

પીએમ મોદીએ કહ્યું હતું કે, આ આ ત્રણ દિવસીય મીટમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રના અનેક વિષયો પર ચર્ચા થશે. દેશની જનતાએ અમારા પર ત્રીજી વખત વિશ્વાસ મુકયો છે. ભારતની જનતાને વિશ્વાસ છે કે પાછલી બે ટ્રમમાં અમારી સરકારે જે કામ કર્યું છે તે આગળ વધશે. તેના માટે અમને ફરીવાર ચૂંટીને લાવ્યાં છે. વડાપ્રધાને કહ્યું કે, ‘7 કરોડ ઘર અમે દેશમાં બનાવી રહ્યા છીએ જે અમુક દેશની વસ્તી કરતા પણ વધારે છે. અમે 4 કરોડ ઘર અગાઉની અમારી સરકારમાં બનાવી ચુક્યા છીએ. ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ કેન્દ્ર સરકારે અનેક નિર્ણયો લીધા છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતે ભારતમાં સૌથી પહેલા સોલાર પાવર પોલિસી બનાવી હતી. કલાઈમેન્ટ ચેન્જ માટે અલગથી મંત્રાલય બનાવનાર ગુજરાત પહેલું રાજ્ય હતું.

આ પણ વાંચો: ઉદ્ધાટન પહેલાં રેલવેએ Vande Metroનું નામ બદલીને ‘નમો ભારત રેપિડ રેલ’ રાખવામાં આવ્યું

અમારી સંસ્કૃતિએ દુનિયાને રાહ બતાવી છેઃ પીએમ મોદી

પોતાના સંબોધનમાં વડાપ્રધાને મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા હતા. મહાત્મા ગાંધીને યાદ કરતા કહ્યું હતું કે, લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા સંસાધનો નથી. અમારી સંસ્કૃતિએ દુનિયા ને રાહ બતાવી છે. અમારું લક્ષ્યાક ટોપ પર પહોંચવાનું નહીં પણ ત્યાં ટકી રહેવાનું છે. G20 નો ભારત પહેલો દેશ છે જેને 9 વર્ષ પહેલા જ પોતાના લક્ષ્યાંક હાંસલ કર્યા છે. પીએમ સૂર્ય ઘર યોજના અત્યારે અનેક ફાયદાઓ દેખાય રહ્યા છે. દુનિયા જ્યારે 21 મી સદીનો ઇતિહાસ લખશે ત્યારે ભારતના સોલાર ક્રાંતિનો અધ્યાય સોનેરી અક્ષરે લખવામાં આવશે.

આ પણ વાંચો: PM Modi એ ચોથી ગ્લોબલ રિન્યએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસ્પોમાં હાજરી આપી, જુઓ આ તસવીરો

અયોધ્યાનું દરેક ઘર દરેક દુકાન સોલાર એનર્જીથી ચાલશે

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ‘અયોધ્યા મોડલ સોલાર સીટી બનાવવાનો અમારો લક્ષ્ય છે, અયોધ્યાનું દરેક ઘર દરેક દુકાન સોલાર એનર્જીથી ચાલશે. હું કાશીનો સાંસદ છું એટલે ઉત્તર પ્રદેશ વાળો પણ હવે બની ગયો છું.’ વધુમાં તેમણે કહ્યું કે, અમે ખેડૂતોને ઉર્જા ક્ષેત્રે આત્મ નિર્ભર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ સદીના અંતમાં ભારતે પોતાની રેલવેને નેટ 0 બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. આ સાથે સાથે એક પેડ મા કે નામ અભિયાનમા દેશ અને દુનિયાના લોકોને જોડાવવા માટે પ્રધાનમંત્રીએ આહવાન કર્યું છે. વધુમાં તેમણે ભાષણ કરતા કહ્યું કે, અમારા મંત્રી પ્રહલાદ જોશી મારી અગાઉની સરકારમાં કોયલા મંત્રી હતાં. જ્યારે હાલની સરકારમાં રીંયુએબલ એનર્જી મંત્રી છે. જેથી તેઓ હવે કોલસાથી રીંયુએબલ એનર્જીમાં શિફ્ટ થઈ ગયા છે.

આ પણ વાંચો: Gandhinagar: મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

Whatsapp share
facebook twitter