- ભાજપ દ્વારા આક્રામક વિરોધ પ્રદર્શન
- વિરોધ પ્રદર્શનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જોડાયા
- ભાજપ દ્વારા વધારે આક્રામક પ્રદર્શનની ચિમકી ઉચ્ચારાઇ
Ahmedabad : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) અમેરિકામાં જઇને અનામત (Reservation) મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના પગલે અમદાવાદના RTO સર્કલ ખાતે આવેલી કલેક્ટર કચેરી નાખી ભાજપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) હાજરીમાં વિરોધ નોંધાવ્યો હતો.
રાહુલ ગાંધીએ વિદેશી ધરતી પર જઈને ભારતની અનામતની નીતિને લઈને કરેલા નિવેદનો નિંદનીય છે. તેમની ભાષામાં અનામતને ખતમ કરવાનો કોંગ્રેસનો મનસૂબો સ્પષ્ટ દેખાઈ આવે છે. જેનો વિરોધ કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ધરણા પ્રદર્શનમાં ઉપસ્થિત રહી રાહુલ ગાંધીના નિવેદનો અને… pic.twitter.com/sByyehhF0c
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 27, 2024
આ પણ વાંચો : Delhi માં કારના શોરૂમમાં અંધાધૂંધ ગોળીબાર, ચિઠ્ઠી પર લખેલું હતું – BHAU GANG 2020
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત મામલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના પગલે સમગ્ર દેશમાં ભાજપે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ શરૂ કર્યો હતો. આ અંતર્ગત આ વિરોધમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ જોડાયા હતા. તેઓએ RTO ખાતે આવેલી કલેક્ચર કચેરી પર પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શનમાં ભાજપે કોંગ્રેસને દેશ વિરોધી ગણાવી હતી. અનામત વિરોધી કોંગ્રેસ દેશ વિરોધી કોંગ્રેસ જેવા પોસ્ટરો પણ લાગ્યા હતા. આ ઉપરાંત ભાજપે ધરણા પ્રદર્શન કરીને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી હતી.
અમેરિકામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપેલા અનામત વિરોધી નિવેદનના વિરોધમાં આજે મહેસાણા ખાતે ધરણા પ્રદર્શન યોજાયું.
આ પ્રદર્શનમાં કેબિનેટ મંત્રી શ્રી @Balwantsinh99 , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી @VarshabenDoshi , રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, શ્રી @MayankNayakBJP , સાંસદ… pic.twitter.com/eYYtwUYxhK
— BJP Gujarat (@BJP4Gujarat) September 27, 2024
આ પણ વાંચો : Virat Kohli ની બેટિંગ જોવા કિશોર ઉન્નાવથી કાનપુર સાયકલ લઈને પહોંચ્યો, જુઓ વીડિયો
મુખ્યમંત્રી પણ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જોડાયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનના પગલે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ મહેસાણા, અમદાવાદ સહિત રાજ્યવ્યાપી વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં તમામ જીલ્લાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સાથે મળીને રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ મામલે ભાજપ દ્વારા આક્રામક વિરોધ પ્રદર્શનની સાથે રાહુલ ગાંધીની માફીની માંગ કરી હતી. જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો : હપ્તાખોરીથી કંટાળેલા લોકોએ પોલીસને દોડાવી દોડાવીનો માર્યો ઢોર માર