+

Ahmedabad : 2 મહિનામાં ત્રણ પતિએ પત્નીની હત્યા કરી, ત્રણેય ઘટનામાં સામે ચાલી પોલીસને સરેન્ડર થયા

અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા 2 મહિનામાં ત્રીજી ઘટના બની પત્નીએ પત્નીનાં ચારિત્ર્ય પર શંકા કરી હત્યા કરી હત્યા કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં જઈ સરેન્ડર કર્યું અગાઉ 2 ઘટનામાં પણ નજીવી બાબતે…
  1. અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા 2 મહિનામાં ત્રીજી ઘટના બની
  2. પત્નીએ પત્નીનાં ચારિત્ર્ય પર શંકા કરી હત્યા કરી
  3. હત્યા કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં જઈ સરેન્ડર કર્યું
  4. અગાઉ 2 ઘટનામાં પણ નજીવી બાબતે પતિઓએ પત્ની હત્યા કરી હતી

અમદાવાદનાં (Ahmedabad) નારોલ વિસ્તારમાં ફરી એકવાર પતિ પત્ની વચ્ચેની તકરારે પત્નીનો ભોગ લઈ લીધો અને રસપ્રદ બાબતે છે કે છેલ્લા બે મહિનામાં ત્રીજી ઘટના છે કે જ્યાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોય. ત્રણ ઘટનામાં સમાનતા એ છે કે ત્રણેય પતિએ લવ મેરેજ કર્યા હતા અને હત્યારા પતિઓ દ્વારા હત્યા કર્યા બાદ સામે ચાલીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી હતી.

આ પણ વાંચો –7 વર્ષ થઈ ગયાં, હવે તો ફીની રકમ સ્લેબમાં વધારો આપો, FRC ને નાબૂદ કરો : સંચાલક મંડળ

પતિએ ચપ્પુનાં 20 જેટલા ઘા મારીને પત્નીની હત્યા કરી

ઘટનાની વાત કરીએ તો 4 ઓક્ટોબરનાં રોજ અમદાવાદનાં (Ahmedabad) નારોલ વિસ્તારમાં પત્ની સૂઈ રહી હતી, ત્યારે પતિએ ચપ્પુનાં 20 જેટલા ઘા મારીને હત્યા કરી નાખી. આ કિસ્સામાં મૃતક પત્ની મધ્યપ્રદેશનાં (Madya pradesh) ઇન્દોરની છે, જેને 14 વર્ષ પહેલા નિલેશકુમાર શાહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેને બે સંતાન પણ છે. જો કે 14 વર્ષનાં લગ્ન ગાળા દરમિયાન અવારનવાર બંને વચ્ચે નાની મોટી બાબતે તકરાર પણ થતી, પરંતુ મામલો ત્યારે ગંભીર બન્યો જ્યારે પતિએ તેની પત્ની પર ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી. પત્નીનું અન્ય સાથે કોઈ અફેર ચાલતું હોવાની બાબતની શંકાને સહન ન કરી શક્યો અને પત્નીનો ખેલ ખતમ કરી નાંખી હતી.

આ પણ વાંચો –VADODARA : મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા પર ગેંગ રેપ, અજાણ્યા શખ્સોએ દેહ ચૂંથ્યો

પત્નીનાં ચારિત્ર્ય પર શંકા થતાં વારંવાર બંને વચ્ચે તકરાર થતી

સવારે પત્ની સૂતી હતી ત્યારે પોતાનાં બાળકોની હાજરીમાં જ ચપ્પુનાં 20 જેટલા ઘા મારીને આરોપી પતિએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી. સૌથી મોટી વાત એ છે કે હત્યા કર્યા પછી જ તેના સાળાને ફોન કરીને તેની બહેનની હત્યા કરી નાખી હોવાની જાણકારી આપી. તે સમયે શાળાએ મજાક જાણી ફોન મૂકી દીધો હતો. બાદમાં ફરીવાર હત્યારા પતિએ સાળાને ફોન કર્યો, ત્યારે સાળાએ વાતને ગંભીરતાથી લીધી હતી. જે બાદ હત્યારા પતિએ પોલીસને પણ ફોન કરીને હત્યા બાબતે જાણકારી આપી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી. પોલીસની (Narol Police) પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિને પાછલા કેટલાક સમયથી પત્નીનાં ચારિત્ર્ય પર શંકા હતી અને વારંવાર બંને વચ્ચે આ બાબતે તકરાર પણ થતી હતી, જેથી અંતે કંટાળી હત્યા કરી નાખી. પોલીસે જણાવ્યું કે, છેલ્લા 2 મહિનામાં આ ત્રીજી ઘટના છે, જેમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી હોય. અગાઉ 24 જુલાઇનાં રોજ પણ ખાવામાં મીઠું વધારે નાખી દેવા બાબતે તકરાર બાદ પતિએ પત્નીની હત્યા કરી હતી. 9 સપ્ટેમ્બરે પણ જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે તકરાર થયા બાદ પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

અહેવાલ : અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો –Navratri 2024 : સ્વામિનારાયણનાં વધુ એક સંતનો બફાટ! કહ્યું- પહેરવેશનાં નામે માત્ર અંગ પ્રદર્શન..!

Whatsapp share
facebook twitter