- 3 ઓક્ટોબરનાં રોજ અમદાવાદ પો. કમિશનરની નવી કચેરીનું ઉદ્ઘાટન
- અદ્યતન જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું પણ ઉદઘાટન કરાશે
- રૂ.6.22 કરોડનાં ખર્ચે તૈયાર જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં અદ્યતન સુવિધાઓ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આજે અમદાવાદ (Ahmedabad) ખાતે નવી પોલીસ કમિશ્નરની કચેરીની મુલાકાત લીધી હતી. ઉપરાંત, નવનિર્મિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રકારનું ઇન્ટ્રોગેશન સેન્ટર (Joint Interrogation Center) રાજ્યમાં પ્રથમવાર નિર્માણ થવા જઈ રહ્યું છે, જેની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આ પણ વાંચો – Morbi : ‘હું હિન્દુ-મુસલમાન નથી કરતો, હું હિન્દુ-હિન્દુ કરું છું.’ : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરી, જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું ઉદઘાટન
જણાવી દઈએ કે, આગામી 3 ઓક્ટોબરનાં રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્દઘાટન કરવા માટે આવનાર છે. સાથે-સાથે નવનિર્મિત આ અદ્યતન જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવશે. રાજ્યનાં પોલીસવડા વિકાસ સહાય (Vikas Sahai), અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક (G.S. Malik) સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ સ્થળ મુલાકાતમાં જોડાયા હતા.
Along with the senior police officials, took a review round of the Joint interrogation centre Ahmedabad which is under construction. pic.twitter.com/csl23whFSB
— Harsh Sanghavi (@sanghaviharsh) September 25, 2024
આ પણ વાંચો – Rain in Gujarat : રાજ્યનાં આ જિલ્લાઓમાં મેહુલિયો મન મૂકી વરસ્યો, સુરતમાં 700 વિદ્યાર્થી ફસાયા!
રૂ. 6.22 કરોડનાં ખર્ચે જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં આ સુવિધાઓ
અમદાવાદ (Ahmedabad) શહેરનાં સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં 5907 ચો.મીટર વિસ્તારમાં અંદાજિત રૂ. 6.22 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં (Joint Interrogation Center) કોન્ફરન્સ હોલ, 3 ઇન્ટ્રોગેશન રુમ, 3 ઇન્વેસ્ટિગેશન રુમ, કિચન તથા કેન્ટિન, બે એસ.આર.પી. ગાર્ડ રુમ, આર.સી.સી. ઇલેક્ટ્રિક વાયર સાથેની 30 ફૂટ ઊંચી કંમ્પાઉન્ડ વોલ, ગાર્ડન, આર.સી.સી. રોડ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 16 પુરુષ બેરેક અને 02 મહિલા બેરેક મળી અંદાજિત 76 વ્યક્તિઓની ક્ષમતા હશે.
આ પણ વાંચો – GONDAL : વગર વરસાદે અંડરબ્રિજ નીચે પાણી ભરાયા, રેલવે તંત્રની બેદરકારી છતી થઇ