+

Gujarat Women News: વડોદરામાં મહિલાઓને ગલ્લાની ચોરી કરવા બદલ ઢોર માર માર્યો

Gujarat Women News: ગુજરાતમાં રાજ્યને શું દેશને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પરંતુ દેશમાં વારંવાર રાતે ઉંઘ ઉડાડી દે તેવા અસામાજીક બનાવો મહિલાઓ સાથે બનતા હોય છે. ત્યારે ગુજરાતના…

Gujarat Women News: ગુજરાતમાં રાજ્યને શું દેશને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પરંતુ દેશમાં વારંવાર રાતે ઉંઘ ઉડાડી દે તેવા અસામાજીક બનાવો મહિલાઓ સાથે બનતા હોય છે. ત્યારે ગુજરાતના વડોદરા શહેરમાંથી રાજ્યને કલંક લગાવતી ઘટના સામે આવી છે.

  • બે મહિલાઓ દ્વારા ગલ્લાની ચોરી કરાઈ
  • મહિલાઓનો હાઈ વૉલ્ટેજ ડ્રામા રસ્તા પર
  • મહિલાઓએ ચોરી કરી હોવાની કબૂલાત કરી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબાલાલ પાર્ક પાસે ઇન્ગલેન્ડ ડ્રાઇક્લીન નામની દુકાન આવેલી છે. જ્યાં બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ દુકાનના માલિક તેમના ઘરે ટિફીન લેવા માટે ગયા હતા. ત્યારે દુકાનમાં કામ કરતો ઇકબાલ રફીક ધોબી ઇસ્ત્રી કામ કરી રહ્યો હતો. આ દરમિયાન ચાર મહિલા દુકાને પહોંચી હતી.

બે મહિલાઓ દ્વારા ગલ્લાની ચોરી કરાઈ

આ ચાર મહિલાઓ પૈકીની બે મહિલાઓ દુકાનની અંદર ઇસ્ત્રી કરી રહેલા રફીક પાસે પહોંચી હતી. ત્યારે બીજી બે મહિલા દુકાનના ગલ્લા પાસે ઉભી રહીં ગઇ હતી. જેથી રફીકે આ મહિલાઓને દુકાનમાંથી નિકળી જવા જણાવ્યું અને તેઓ નિકળી પણ ગયા હતા. બાદમાં રફીકનુ ધ્યાન ગલ્લા પર પડ્યું અને જોયું તો જાણવા મળ્યું કે, રૂ. 25 હજાર ગાયબ છે. ત્યારે તેને થયું કે આ રૂપિયા ચાર મહિલાઓ જ લઇ ગઇ છે.

મહિલાઓનો હાઈ વૉલ્ટેજ ડ્રામા રસ્તા પર

ત્યારે રફીકે રસ્તા પર આવીને જોર જોરથી બૂમો પાડી હતી કે, આ ચાર મહિલાઓ ગલ્લામાંથી રૂ. 24,000 ચોરી કરીને ભાગી છે. ત્યારે રસ્તા પર હાજર લોકોએ તેનો સમર્થન આપ દોડી આવ્ય હતા. ત્યારે આ હોબાળામાં કેટલીક મહિલાઓએ અર્ધ નગ્ન થઈ તમાશો કરતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જો કે પોતાનો ભાંડો ફૂટી જતાં મહિલાઓએ એક બાદ એક પોતાના વસ્ત્રો ઉતારવાનું શરૂ કરતાં સ્થાનિક રહીશોએ આ ચોર ટોળકીની મહિલાઓને મેથી પાક ચખાડી પોલીસના હવાલે કરી દીધી હતી..

મહિલાઓએ ચોરી કરી હોવાની કબૂલાત કરી

ત્યાં હાજર લોકોએ પણ શરમ નેવે મૂકી આ મહિલાઓને અર્ધ નગ્ન હાલતમાં જ કારેલીબાગ વિસ્તારના રસ્તાઓ પર નગ્ન પરેડ કરાવી હતી. મહિલાઓએ ભારે આક્રંદ સાથે પોતાનો ગુનો કબૂલી દુકાનમાંથી ચોરી કરેલી કેટલીક રકમ રસ્તા પર ફેંકી દીધી હતી. પોલીસ દ્વારા મહિલાઓ પર હુમલો કરનાર ટોળા તેમજ ચોરી કરવા આવેલી મહિલાઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટોળાએ હુમલો કર્યો હોવાથી હાલ આ તમામ મહિલાઓનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે તો સાથે જ અભયમની ટીમને સાથે રાખી મહિલાઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: CID : શાળા સંચાલકો પાસેથી લાખોનો તોડ કરનારા આરોપી મહેન્દ્ર પટેલના રિમાન્ડ મંજૂર

Whatsapp share
facebook twitter