+

CSK ના ફેન્સને MS DHONI એ ચેપોક સ્ટેડિયમમાં આપી આ ખાસ ભેટ, વાંચો અહેવાલ

ચેન્નાઈના આંગણે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે IPL ની મેચ નંબર-61 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ રાજસ્થાન રોયલ્સ ( RR ) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈ એ રાજસ્થાન સામે…

ચેન્નાઈના આંગણે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે IPL ની મેચ નંબર-61 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ રાજસ્થાન રોયલ્સ ( RR ) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈ એ રાજસ્થાન સામે પાંચ વિકેટથી જીત મેળવી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈની ટીમને જીતવા માટે 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો, આ લક્ષ્ય ચેન્નાઈએ 18.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. વર્તમાન સિઝનમાં 13 મેચમાં CSKની આ સાતમી જીત હતી. આ સાથે ચેન્નાઈની ટીમે પ્લે ઓફ તરફ કૂચ કરી છે. પરંતુ આજની મેચ બાદ ચેન્નાઈના ફેન્સને એક ખાસ ભેટ આપવામાં આવી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..

ધોનીએ આપી ફેન્સને આ ખાસ ભેટ

રાજસ્થાન સામેની મેચ બાદ ચેન્નાઈના ફેન્સ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના તમામ ખેલાડીઓને મેદાન પર મેડલ આપવામાં આવ્યા હતા. ચેન્નાઈની ટીમના આત્મા સમાન મહેન્દ્ર સિંહ ધોનીની આ વર્ષની IPL અંતિમ ટુર્નામેન્ટ હોઈ શકે છે.

ત્યારે તેમણે પણ ચેન્નાઈના ફેન્સને ભેટ આપી હતી, મહેન્દ્ર સિંહ ધોનીએ મેદાનની આસપાસ જઈને ફૈસને ટી-શર્ટ અને ટેનિસ બોલ આપ્યો હતો. ધોની રેકેટથી બોલ ફેંકી રહ્યો હતો. નોંધનીય છે કે, આ સિઝનમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈની આ છેલ્લી લીગ મેચ છે. આ પછી આઈપીએલ 2024ની ફાઈનલ પણ આ મેદાન પર રમાશે.

ચાહકોને તેમની ધીરજનું ફળ મળ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સના ટીમ દ્વારા પહેલા જ દર્શકોને મેચ બાદ મેદાન પર રહેવાની અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ સૌ ફેન્સના મનમાં ઉત્સાહ હતો કે, શું હશે. એટલે માટે મેચ પુરી થયા બાદ પણ મેદાન દર્શકોથી ભરચક રહ્યું હતું.

અંતમાં ફેન્સને આ ગિફ્ટ મળી હતી. રાજસ્થાન સામેની જીત વર્તમાન સિઝનમાં 13 મેચમાં CSKની આ સાતમી જીત હતી. આ જીત સાથે ચેન્નાઈ પોઇન્ટ્સ  ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સનો 12 મેચમાં આ ચોથો પરાજય હતો. આ જીત સાથે ચેન્નાઈએ પ્લેઓફ માટેનો પોતાનો દાવો મજબૂત કર્યો, જ્યારે ટેબલમાં બીજા સ્થાને રહેલા રાજસ્થાનની નોકઆઉટમાં પહોંચવાની રાહ હવે વધી ગઈ છે.

આ પણ વાંચો : CSK VS RR : CSK એ PLAY-OFF તરફ પગલાં માંડ્યા, રાજસ્થાન સામે મેળવ્યો 5 વિકેટે વિજય

Whatsapp share
facebook twitter