Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : વિવાદીત સમોસાની દુકાન સામે ફરી કાર્યવાહી

03:56 PM Jun 24, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના પાણીગેટમાં ન્યુ હુસેની સમોસાની દુકાન આવેલી છે. અગાઉ અહિંયાના સંચાલકોને ત્યાંથી ગૌ માંસના સમોસા મળી આવ્યા હતા. ત્યાર બાદ તેઓનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. દરમિયાન લાયસન્સ ફરી એક્ટીવ કરાવ્યા વગર જ ધંધો ફરી શરૂ કરતા આજે પાલિકાની ટીમ દ્વારા ફરી કાર્યવાહી કરવામાં આવી છે. અને દુકાન બંધ કરાવવામાં આવી છે. સાથે જ દુકાનમાંથી મળેલા માલનો તાત્કાલીક નાશ કરવામાં આવનાર હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું છે.

દુકાન વગર મંજુરીએ ખોલી

વડોદરાના પાણીગેટમાં ન્યુ હુસેની સમોસા નામની દુકાન આવેલી છે. જેના સંચાલકોને ત્યાંથી ગૌમાંસના સમોસાની ફેક્ટરી ઝડપાઇ હતી. મામલો સામે આવતા પાલિકા દ્વારા સમોસાની દુકાન દુકાનનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. જો કે, તાજેતરમાં દુકાનનું સસ્પેન્ડ થયેલું રજીસ્ટ્રેશન એક્ટીવ કર્યા વગર જ સંચાલકો દ્વારા પુન વેચાણ શરૂ કરવામાં આવ્યું હોવાનું હતું. આ વાત પાલિકાની ખોરાક શાખા સુધી પહોંચતા આજે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાખે રાખીને દુકાનને ક્લોઝર નોટીસ પાઠવીને સીલ કરી દેવામાં આવી છે.

પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી

પાલિકાની ખોરાક શાખાના અધિકારીએ જણાવ્યું કે, આજરોજ પાણીગેટ એરીયામાં આવેલા ન્યુ હુસૈની સમોસા સેન્ટરમાં આવ્યા છીએ. તેમનું રજીસ્ટ્રેશન અમે સસ્પેન્ડ કરેલું હતું. તેમણે તેને એક્ટીવ થયા વગર જ ધંધો શરૂ કરી દીધો હતો. આજરોજ દુકાન સીલ કરવામાં આવી છે. આજે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કામગીરી બંધ કરવામાં આવી છે. તેમના ઘરેથી ગૌ માંસનું મટીરીયલ મળી આવ્યું હતું. પરંતુ અહિંયા માત્ર વેચાણ થતું હતું. જે તે સમયે ગૌ માસના સમોસા મળવા અંગે જાણકારી મળતા તાત્કાલીક તેમનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. આજે મળેલ માલનો નાશ કરી દેવામાં આવનાર છે. આજે માત્ર ક્લોઝરની કામગીરી કરવામાં આવી છે.

આ પણ વાંચો — VADODARA : સુરક્ષાને લઇ ફાયર વિભાગનું ચેકીંગ જારી, 8 કોમ્પલેક્ષ સીલ