+

Gujarat Monsoon:રાજ્યના 211 તાલુકામાં મેઘરાજા મહેરબાન,વાંચો કયા કેટલો વરસાદ

Gujarat Monsoon: દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ વરસાદ(Gujarat Monsoon)ને લઇ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના…

Gujarat Monsoon: દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ વરસાદ(Gujarat Monsoon)ને લઇ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં હોય તેમ શહેરમાં આખા દિવસ દરમિયાન 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજ્યના 211 તાલુકામાં મેઘરાજાએ ધમરોળ્યું

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે દિવસ દરમિયાન રાજ્યના 211 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ અને બારડોલીમાં સવા 5 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય કામરેજમાં પોણા 5 ઈંચ, ઓલપાડમાં સાડા 4 ઈંચ,વાપીમાં સાડા 4 ઈંચ, મહુવામાં સાડા 4 ઈંચ અને વલસાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આખા દિવસ દરમિયાન રાજ્યના 75 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ, 34 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 12 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સમગ્ર અમદાવાદ શહેરમાં સરેરાશ 3થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાજ્યના 80 તાલુકામાં વરસાદ નોંધાયો

જો છેલ્લા 2 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો, સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 3 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ જિલ્લાના ભૂજમાં 29 મિમી, મુન્દ્રામાં 25 મિમી તેમજ મહેસાણાના સતલાસણામાં 28 મિમી, બનાસકાંઠાના ધાનેરામાં 23 મિમી, જામનગરના જોડિયામાં 22 મિમી અને દેવભૂમિ-દ્વારકાના ખંભાળિયામાં 20 મિમી વરસાદ વરસ્યો છે.

આ પણ  વાંચો  – Morbi: મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો,નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

આ પણ  વાંચો  – Gandhinagar Rain: ગાંઘીનગર બન્યું ભુવાનગરી, પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ

આ પણ  વાંચો  – Bharuch શહેરમાં માત્ર 3 ઇંચમાં વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ

Whatsapp share
facebook twitter