+

kheda : મહેલજ ગામે વીજ કરંટ લાગતા માતા,પુત્ર સહિત 3 લોકોના મોત

kheda :ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદ વચ્ચે અહીં કરુણ સમાચાર સામે આવ્યા છે.…

kheda :ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદ વચ્ચે અહીં કરુણ સમાચાર સામે આવ્યા છે. માતરના મહેલજ ગામમાં કરંટ લગતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા છે. માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું વીજ કરંટ લગાત મોત થયું છે.

 

વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત 3ના મોત

દુકાનનું શટર ખોલવા જતા ચાર વ્યક્તિને કરંટ લાગ્યો હતો. કરંટ લાગ્યા બાદ ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તબીબે ત્રણ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક વ્યક્તિને સારવાર મળતાં જીવ બચી ગયો હતો. યાસ્મીન પઠાણ, અવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિઓના મોત થયા છે.

 

રાજ્યના 211 તાલુકામાં મેઘરાજાએ ધમરોળ્યું

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે દિવસ દરમિયાન રાજ્યના 211 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ અને બારડોલીમાં સવા 5 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય કામરેજમાં પોણા 5 ઈંચ, ઓલપાડમાં સાડા 4 ઈંચ,વાપીમાં સાડા 4 ઈંચ, મહુવામાં સાડા 4 ઈંચ અને વલસાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આખા દિવસ દરમિયાન રાજ્યના 75 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ, 34 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 12 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સમગ્ર અમદાવાદ શહેરમાં સરેરાશ 3થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

 

ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર ,ગીર સોમનાથ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ ,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલમાં પણ આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ  વાંચો  Gujarat Monsoon:રાજ્યના 211 તાલુકામાં મેઘરાજા મહેરબાન,વાંચો કયા કેટલો વરસાદ

આ પણ  વાંચો  – Nadiad: KDCC બેંકના નવનિર્મિત મકાનનું ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

આ પણ  વાંચો  Gandhinagar Rain: ગાંઘીનગર બન્યું ભુવાનગરી, પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ

 

Whatsapp share
facebook twitter