+

Gujarat Mining Mafia: સુરેન્દ્રનગરમાંથી SMC ટીમે ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા આરોપી પકડ્યા

Gujarat Mining Mafia: ગુજરાત રાજ્યમાંથી વધુ એક ખનન માફિયાઓને પકડી પાડવામાં આવ્યા છે. આ વખતે સુરેન્દ્રનગરમાંથી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ટીમ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે આ…

Gujarat Mining Mafia: ગુજરાત રાજ્યમાંથી વધુ એક ખનન માફિયાઓને પકડી પાડવામાં આવ્યા છે. આ વખતે સુરેન્દ્રનગરમાંથી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ટીમ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે આ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ટીમ દ્વારા આરોપી તરીકે ભૂમાફિયા પિતા પુત્રની ધરપકડ કરી છે.

  • સુરેન્દ્રનગરમાં ખનન માફિયાની જોડી પકડાઈ
  • પિતા અને પુત્ર ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા
  • પિતા અને પુત્ર વિરુદ્ધ પહેલાથી 7 કેસ નોંધવામાં આવેલા

ત્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન તેમજ ચોરી કરી તેનો વેપાર કરતા. ત્યારે તેના કારણે સરકારી તિજોરીને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. જોકે આ ભૂમાફિયા પિતા અને પુત્રની ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ટીમને જાણ થતા તાત્કાલિક ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પિતા અને પુત્ર ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા

જોકે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ટીમે પિતા અને પુત્રની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી છે. ત્યારે સરકારી આંકડાના આધારે પિતા અને પુત્ર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર કોલસાનું ખનન કરવા બદલ 270 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તે ઉપરાંત આરોપીઓ એક્સપ્લોઝીવ પદાર્થ વડે બ્લાસ્ટ કરવાની ધમકી પણ આપવામાં આવતી હતી.

પિતા અને પુત્ર વિરુદ્ધ પહેલાથી 7 કેસ નોંધવામાં આવેલા

જોકે આ પિતા અને પુત્ર પર અલગ-અલગ 7 કેસમાં અગાઉથી કેસ નોંધાયેલા છે. ત્યારે તાજેતરમાં ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ટીમે પિતા અને પુત્રને અમદાવાદના રિવરફ્રન્ટ પરથી પકડી પાડ્યા હતા. અંતે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ટીમે સમગ્ર મામલે ફરિયાદ નોંધી આગળ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Bharuch: ભોલાવ નવનિર્મિત ST ડેપોના લોકાર્પણ બાદ.. પેવર બ્લોક બેસી જતા ગુણવત્તા સામે સવાલ..

આ પણ વાંચો: Surat Fake Clinic: સુરતમાં બિલાડીના ટોપની જેમ નકલી તબીબ કાર્યરત, SOG ની ટીમ થઈ સક્રિય

આ પણ વાંચો: SMC Raid : ગુજરાતમાં દારૂબંધી ? બે દિવસમાં 1.78 કરોડનો દારૂ મળ્યો

Whatsapp share
facebook twitter