+

Gujarat First Reality Check : રાજકોટમાં આરોગ્ય વિભાગની લાલિયાવાડી! લાઇસન્સ વિનાનું સીલ કરેલું ચણા જોર યુનિટ ફરી ધમધમતું થયું

રાજકોટમાં (Rajkot) મનપા આરોગ્ય વિભાગની લાલિયાવાડી છતી કરતા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની બેદરકારી અને કેટલાક અધિકારીઓની મીલી ભગતનાં કારણે લાઈસન્સ વગર ચાલતું ચણા જોરનું યુનિટ (Chana…

રાજકોટમાં (Rajkot) મનપા આરોગ્ય વિભાગની લાલિયાવાડી છતી કરતા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની બેદરકારી અને કેટલાક અધિકારીઓની મીલી ભગતનાં કારણે લાઈસન્સ વગર ચાલતું ચણા જોરનું યુનિટ (Chana Jore unit) સીલ કર્યા પછી ફરી ધમધમતું થયું હોવાનો મોટો ખુલાસો ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં (Gujarat First Reality Check) થયો છે. જણાવી દઈએ કે, દિનદયાળ ઇન્ડસ્ટ્રીઝમાં ધમધમતું આ યુનિટ અગાઉ સીલ કરવામાં આવ્યું હતું. પરંતુ, લાઈસન્સ નંબર આવે તે પહેલા જ યુનિટ ફરી ધમધમતું થયું છે, જેના અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ અજાણ હોય તેવા અહેવાલ સામે આવ્યા છે.

થોડા દિવસ પહેલા રાજકોટમાં (Rajkot) દિનદયાળ ઇન્ડસ્ટ્રીઝમાં (Dindayal Industries) લાઇસન્સ વગર ચાલતા ચણા જોરના યુનિટ (Chana Jore unit) પર દરોડા પાડવામાં આવ્યા હતા અને યુનિટને સીલ કરાયું હતું. પરંતુ, તેમ છતાં નિયમોને નેવે મૂકી ચણા જોરનું યુનિટ ફરી કાર્યરત થયું છે. આ અંગે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા રિયાલિટી ચેક (Gujarat First Reality Check) કરવામાં આવતા ચોંકવનારી વિગતો સામે આવી હતી. લાઇસન્સ વગરના ચણા જોર યુનિટને સીલ કર્યા છતાં તે ફરી બે રોકટોક અને કોઈ પણ ડર વિના ધમધમતું થયું છે. યુનિટમાં અગાઉની જેમ જ સંઘ જીરું પાવડરનો ઉપયોગ કરાતો હતો જે ના વપરાય છતાં ઉપયોગમાં લેવાતો હતો. ઉપરાંત, યુનિટમાં નિયમોનું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નથી.

હજું પણ લાઇસન્સ નંબર વિના ધમધમતું થયું યુનિટ

ગુજરાત ફર્સ્ટના (Gujarat First) રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે યુનિટ માલિક પાસે હજું પણ યુનિટ શરૂ કરવા માટે લાઈસન્સ નંબર (license number) આવ્યો નથી. છતાં યુનિટ ફરી શરૂ કરાયું છે. ઉપરાંત, યુનિટમાં ચણા જોરના જે પણ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા તેના પર કોઈ પણ પ્રકારની માહિતી દર્શાવવામાં આવી નહોતી. પેકેજિંગ ડેટ, વજન, એક્સપાયરી ડેટ (expiry date), સામગ્રીની માહિતી વગેરે સહિતની કોઈ પણ વિગતનો ઉલ્લેખ પેકેટ પર કરાયો નહોતો. ઉપરાંત, યુનિટ પર સાફ-સફાઈનો પણ ખૂબ જ અભાવ જોવા મળ્યો હતો. ત્યારે સવાલ થાય છે કે આ યુનિટ સીલ કરવા છતાં કોની રહેમનજરે અને મહેરબાનીથી ધમધમતું થયું છે ? રાજકોટ (Rajkot) આરોગ્ય વિભાગ દ્વારા લાઇસન્સ વિનાની યુનિટ સામે કાર્યવાહી કરવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે પરંતુ, ગ્રાઉન્ડ રિપોર્ટ કંઈક અલગ જોવા મળી રહ્યો છે. આ ઘોર બેદરકારી માટે કોણ જવાબદાર છે અને આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કેવા અને ક્યારે પગલાં લેવામાં આવશે ? ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ રાજકોટ મનપા દ્વારા આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે ? તે અંગે હવે જોવાનું રહેશે.

 

આ પણ વાંચો – Amit Shah in Gujarat : ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહનો ભવ્ય રોડ શો, જાણો ક્યાં અને ક્યારે યોજાશે?

આ પણ વાંચો – EWS-2 આવાસ યોજના : ખુશખબર…, આજથી અરજી પ્રક્રિયા શરૂ, કેવી રીતે ભરવું ફોર્મ ? આ Video થી સમજો

આ પણ વાંચો – સરકારી કર્મચારીમાંથી Don બનેલા સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવાને જામીન

Whatsapp share
facebook twitter