+

Gujarat First Exclusive : વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાને ચૂંટણી પંચની ક્લીન ચીટ, જાણો રિપોર્ટની સંપૂર્ણ માહિતી

છેલ્લા કેટલાક દિવસથી ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) ઊગ્ર વિરોધ દાખવામાં આવી રહ્યો છે અને તેમની…

છેલ્લા કેટલાક દિવસથી ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) ઊગ્ર વિરોધ દાખવામાં આવી રહ્યો છે અને તેમની ટિકિટ રદ કરવા માગ કરાઈ રહી છે. ક્ષત્રિય સમાજ અંગે પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી મામલે રાજ્યભરમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે ચૂંટણી પંચનો એક મહત્ત્વનો રિપોર્ટ (Election Commission report) સામે આવ્યો છે જે સૌથી પહેલા માત્ર ગુજરાત ફર્સ્ટ (Gujarat First Exclusive) તેના દર્શકો માટે લઈને આવ્યું છે.

ચૂંટણી પંચનો રિપોર્ટ સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર

પરસોતમ રૂપાલા સામે આચાર સહિત ભંગ મામલે ચૂંટણી પંચનો મહત્ત્વનો રિપોર્ટ (Election Commission report) સામે આવ્યો છે, જેમાં પરશોત્તમ રૂપાલાને કયાં મુદ્દે ક્લીનચીટ (clean chit) આપવામાં આવી છે તે અંગેની માહિતી ગુજરાત ફર્સ્ટના (Gujarat First Exclusive) દર્શકો સૌથી પહેલા જાણી શકશે. પરશોત્તમ રૂપાલા સામે આચાર સંહિતા ભંગ (code of conduct) મામલે ચૂંટણી પંચના રિપોર્ટ મુજબ, જે કાર્યક્રમમાં પ્રવચન થયું તે કોઈ રાજકીય સભા કે કોઈ જાહેર સભા નહોતી. તે જોગીરામ પરમારના ધરે તેમના પિતાશ્રી ડાયાભાઇ પરમારનું અવસાન થતાં યોજાયેલ ભજન-કીર્તન કાર્યક્રમ હતો.

માફી માંગી છતાં ક્ષત્રિય સમાજના આગેવાનો માગ પણ અડગ

રિપોર્ટ અનુસાર, આ કાર્યક્રમમાં ત્યાં એકપણ પક્ષનાં નિશાન કે ચિન્હ જોવા મળ્યા નહોતા. સાથે જ પશોત્તમ રૂપાલાની સ્પીચમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો, તેમાં ‘મહારાજા’ શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ ચોક્કસ જ્ઞાતિ વિશે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે થોડા દિવસ પહેલા પરશોત્તમ રૂપાલાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેના પછી ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલા દ્વારા ત્રણ વખત જાહેરમાં માફી માગવામાં આવી છે. છતાં, ક્ષત્રિય સમાજના આગેવાનો તેમની માગ પર અડગ છે અને રાજકોટ, સુરેન્દ્રનગર (Surendranagar) સહિત વિવિધ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા સતત માગ કરાઈ રહી છે. ગઈકાલે સાંજે અમદાવાદના ધંધુકા (Dhandhuka) ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન (Kshatriya Asmita Sammelan) યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો – Parshottam Rupala : રૂપાલા વિવાદમાં આજના સૌથી મોટા સમાચાર, વાંચો અહેવાલ

આ પણ વાંચો – BJP Candidate Parshottam Rupala: ભાજપના નેતાઓએ ઉમેદવારી પરત ખેંચવા પર પત્ર લખ્યો

આ પણ વાંચો – Gandhinagar : પરશોત્તમ રુપાલા સામે વિરોધ ખાળવા BJP ની બેઠક, રાજ શેખાવતે આપી આ ચીમકી!

Whatsapp share
facebook twitter