+

Gujarat First EXCLUSIVE : ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર! આણંદ બેઠકને લઈને સૌથી મોટો ખુલાસો

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદ (Anand) બેઠકને લઈને ગુજરાત ફર્સ્ટ (Gujarat First EXCLUSIVE) પર મોટો ખુલાસો થયો છે. આણંદ…

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદ (Anand) બેઠકને લઈને ગુજરાત ફર્સ્ટ (Gujarat First EXCLUSIVE) પર મોટો ખુલાસો થયો છે. આણંદ બેઠક પર બીજેપી (BJP) દ્વારા ટિકિટ બદલાવવાની વાત માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે. મિતેષ પટેલ (Mitesh Pate) જ આણંદથી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રહેશે.

રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે આ અફવા ફેલાવાઈ : મિતેષ પટેલ

ગુજરાત ફર્સ્ટ સાથે મિતેષ પટેલની (Gujarat First EXCLUSIVE) વાતચીતમાં મોટો ખુલાસો થયો છે. અગાઉ એવી ચર્ચા હતી કે આણંદ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવશે. પરંતુ, હવે આ અફવાનો (rumour) અંત આવ્યો છે. મિતેષ પટેલ (Mitesh Pate) જ આણંદથી લોકસભાના ભાજપના ઉમેદવાર હશે. મિતેષ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મિતેશ પટેલે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે આ અફવા ફેલાવવામાં આવી છે. રાજકીય હરિફો દ્વારા માત્ર પોતાના લાભ માટે આ પ્રકારની અફવા ફેલાવાઈ છે. મિતેષ પટેલે જણાવ્યું કે, સવારથી જ સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે. જો કે, આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી.

‘આ માત્ર છબી ખરડવાનો અસફળ પ્રયાસ છે’

જણાવી દઈએ કે, આણંદ બેઠક પર બીજેપી (BJP) દ્વારા ઉમેદવાર બદલવામાં આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ, હવે આણંદ (Anand) બેઠક પરથી વર્તમાન સાંસદ મિતેષ પટેલ કે જેમને બકાભાઈના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે આ મામલે ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાત કરીને ટિકિટ બદલાવવાની વાતને માત્ર એક અફવા ગણાવી છે. તેમણે જણાવ્યું કે, આણંદ બેઠક પરથી તેઓ જ ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર રહેશે અને ચૂંટણી પણ લડશે. તેમણે આગળ કહ્યું કે, આ માત્ર તેમની છબી ખરડવાનો અસફળ પ્રયાસ છે.

‘દેશના દરેક વ્યક્તિના દિલમાં પીએમ નરેન્દ્ર મોદી વસે છે’

મિતેષ પટેલે (Mitesh Pate) ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતું કે, હું આ અફવાનું ખંડન કરું છું. વર્ષ 2019માં પણ કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને (Bharat Singh Solanki) 1.57 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. વર્ષ 2014 અને 2019 માં ગુજરાતમાં લોકસભાની 26 એ 26 બેઠક બીજેપીએ જીતી હતી. ત્યારે આ વખતે પણ તમામ બેઠકો BJP 5 લાખથી વધુ મતોથી જીતીશું. મિતેષ પટેલે કહ્યું કે, આવી અફવાઓથી પાર્ટીને કોઈ નુકસાન થવાનું નથી. અમે ફુલ તૈયારી સાથે મેદાને ઊતરીશું. કોઈ ખરાબ રાજકારણ નહીં રમાય માત્રને માત્ર વિકાસકામોના આધારે ઘરે ઘરે વોટની માગ કરાશે. તેમણે કહ્યું કે, બીજેપીએ છેલ્લા 10 વર્ષમાં વિકાસના ઘણા કામો કર્યા છે અને દેશના દરેક વ્યક્તિના દિલમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વસે છે. આથી આ વખતે પણ ગુજરાતમાં બીજેપી તમામ બેઠકો જીતશે.

આ પણ વાંચો – BJP : સૌરાષ્ટ્રમાં મહત્વની ત્રણ બેઠકો ઉપર ઉમેદવારમાં વિલંબથી રોજ નવા નામો ચર્ચામાં

આ પણ વાંચો – Lalit Vasoya : જુનાગઢમાં લલિત વસોયા સામે ફરિયાદ, કાયદેસરની કાર્યવાહી કરવા માગ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો – Gujarat Congress : રોહન ગુપ્તાના રાજીનામા પર કોંગ્રેસ નેતાઓની આકરી પ્રતિક્રિયા! શક્તિસિંહ ગોહિલ રાજકોટના પ્રવાસે

Whatsapp share
facebook twitter