+

GUJARAT ELECTION: મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે ફેંક્યો ખુલ્લો પડકાર,કહી આ મોટી વાત

GUJARAT ELECTION : વાઘોડિયા બેઠક(VAGHODIA ASSEMBLY SEAT) ઉપર અપક્ષ માંથી ધારાસભ્ય ધમેન્દ્રસિંહ વાઘેલાનું (DHARMENDRA SINGH VAGHELA )નામ જાહેર કરતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.ઘમેન્દ્રસિહ વાઘેલા પદ ઉપરથી રાજીનામું આપી તેઓ…

GUJARAT ELECTION : વાઘોડિયા બેઠક(VAGHODIA ASSEMBLY SEAT) ઉપર અપક્ષ માંથી ધારાસભ્ય ધમેન્દ્રસિંહ વાઘેલાનું (DHARMENDRA SINGH VAGHELA )નામ જાહેર કરતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.ઘમેન્દ્રસિહ વાઘેલા પદ ઉપરથી રાજીનામું આપી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.તેથી ભારતીય જનતા પાર્ટીએ તેઓનું નામ પસંદ કર્યું હતું.પરંતુ ધર્મેન્દ્રસિંહના કટ્ટર રાજકીય વિરોધી અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (MADHU SRIVASTAVA) જણાવ્યું હતું કે આ તો વોશિંગ મશીન જેવું છે ખરડાયેલા હોય અને વોશિંગ મશીનમાં નાખો એટલે શુદ્ધ થઇને આવી જાય, ભાજપની આ નીતિ છ.  હું ભાજપછોડીને કોઇપણ પાર્ટીમાંથી ચૂંટણી લડીશ’.

 

વાઘોડિયામાં ભાજપને લાવનારા જ મધુ શ્રીવાસ્તવ

મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વાઘોડિયામાં ભાજપ છે જ નહીં. ભાજપને લાવનારા જ આ મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયામાં ભાજપ હોતાતો ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અશ્ચિન પટેલચૂંટણી જીતી ગયા હોત. લોકોની ખોટી જમીનો લીધી હોય, ઓઇલનો ધંધો કરવો હોય, એવા કોઇ ધંધા કરવા માટે તમે ભાજપમાં પાછા આવોછો.તો તમારી છબી ફેરવાઈ જશે. હું ચૂંટણી લડવાનો છું અને ભાજપની વિરુદ્ધ જવાનો છું તેઓએ જણાવ્યું કે હું હવે અપક્ષ પણ લડવાનો,આમ આદમી પાર્ટીમાં પણ લડવાનો. કચરો સાફ કરવા ઝાડુ લઇને ચાલવાનો છું. કોંગ્રેસમાંપણ લડવાનો. બીજી પાર્ટીમાં પણ લડવાનો છું.ભાજપ છોડીને કોઇપણ પાર્ટી ટિકિટ આપશે.તેમાંથી હું લડવાનો છું અને ભાજપની વિરુદ્ધ. જવાનો છું. હું ભાજપના સંપર્કમાં નથી. હું પાટીલ દાદાને મળવા માટે સુરત ગયો હતો અને સી.આર. પાટીલને મળ્યો હતો અને મારે કોઇચૂંટણી લડવી નથી. પણ મારા દીકરાએ કહ્યુંહતું કે, પપ્પા પાટીલ દાદાને મળી આવો. એટલેપાટીલને દાદાને તમને મળવા આવ્યો છું.મારી છબી ખરડાયેલ નથી કે ભારે પાછું વોશીન મશીનમાં પરત ફરવું પડે.એક વર્ષ ના સમય દરમિયાન ઘમેન્દ્રસિહ વાઘેલાએ કેટલા પ્રજાલક્ષી કાર્યો કે નહીં તે પ્રજાને પણ ખબર છે.

બેનને ટિકિટ આપશો તો મારો શખ્ત વિરોધરહેશે

તેઓએ જણાવ્યું હતું કે, હું પાટીલ દાદાને કહીને આવ્યો હતો કે સંસદની ચૂંટણીમાં આ બેનને (રંજનબેન ભટ્ટ)ને ટિકિટ આપશો તો મારો શખ્ત વિરોધ રહેશે. એ તો પાર્ટીએ પુરુ કરી દીધુ. આજે વ્યક્તિ લોકોના સંપર્કમાં નથી અને લોકોના કામ કયૉ નથી અને 10 વષૅથી લોકો એમને ઓળખી ગયા. એમને એમની મિલકત બચાવવી છે. એમને બેનંબરના ધંધા કરવા છે. એમને કોઇ ઉદ્યોગપતિને હેરાન કયૉ છે તો કેટલાક વેપારીઓને પણ હેરાન કયૉ છે. રોડ-રસ્તા બનાવતા અધિકારીઓને હેરાન કયૉ છે.માત્ર પોતાના સ્વાર્થના જ કામ ક્યૉ છે.તેમનોજ વિકાસ થયો છે નહીં કે પ્રજાનો.

 

ભાજપને બહુ મોટી તકલીફ પડશે

મઘુ શ્રી વાસ્તવે જણાવ્યું હતુંકે લોકો કહી રહ્યાછે કે, કોંગ્રેસના લોકો ભાજપમાં વિલિનીકરણ થઇ રહ્યા છે. ભ્રષ્ટાચાર કરવો છે, જેથી કોંગ્રેસના લોકો ભાજપમાં આવી રહ્યા છે. આ તો વોશિંગમશીન જેવું છે. ખરડાયેલા હોય અને વોશિંગમશીનમાં નાખો એટલે શુદ્ધ થઇને આવી જાય.આ ભાજપની નીતી છે. આવા લોકોને લઇને ભાજપ એક દિવસ પસ્તાશે. જે દિવસે નરેન્દ્રમોદી નહીં હોય, એ દિવસે ભાજપને બહુ મોટી તકલીફ પડવાની છે.જેનુ વડોદરા શહેરમાં એક દાખલો પ્રજાએ જોયો કે માજી મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા એ પણ પોતાનો અવાજ ઉપાડ્યો ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત આપેલ ટીકીટ બદલવી પડી.

 

મઘુ શ્રી વાસ્તવની જીતની પ્રતિક્રિયા

હું ચૂંટણી લડીને પ્રજાના હિતમાં કામ કરવાનો છું. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં મારે તેમને બતાવવું છે કે, ભાઇ લોકો વિકાસ કરતા હોય, સેવક તરીકે કામ કરતા હોય. એ લોકોને જ પ્રજા ઓળખે છે. બીજા કોઇને પણ ઓળખતી નથી. વડોદરા કોર્પોશનમાં ભાજપને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયામાં ભાજપને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ છે.પછી ભાજપ આવ્યું. કોઇપણ ઉમેદવાર આવે,બધાની સામે લડવાનો છું. લડીને પ્રજાના હિતમાં કામ કરવાનોૉ છું.પ્રજા લક્ષી કાર્યો કરવા નો છું.મારી જીત નિશ્ચિત છે

અહેવાલ -પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા

આ  પણ  વાંચો Lok Sabha Election 2024 : ભાજપે ઉમેદવારોની 7 મી યાદી જાહેર કરી, નવનીત રાણાને આ સીટ પરથી ટિકિટ મળી…

આ  પણ વાંચો – Panchmahal Lok Sabha : આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર

આ  પણ વાંચો Lok Sabha Election : પંજાબમાં AAP ને બેવડો ફટકો, સાંસદ-ધારાસભ્ય બંને BJP માં જોડાયા, શું આ છે કારણ?

 

Whatsapp share
facebook twitter