+

Unseasonal rain : સાવચેત રહેજો! આગામી બે દિવસ આ જિલ્લાઓમાં કહેર વર્તાવશે માવઠું! વીજળી પડતાં 2 ના મોત

ગુજરાતમાં ગઈકાલે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદે (Unseasonal rain) કહેર વર્તાવ્યો હતો. રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકા અને ગામોમાં ભરઉનાળે ભારે પવન સાથે માવઠું પડતા લોકો ચિંતાતુર થયા હતા. જો કે, વરસાદ…

ગુજરાતમાં ગઈકાલે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદે (Unseasonal rain) કહેર વર્તાવ્યો હતો. રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકા અને ગામોમાં ભરઉનાળે ભારે પવન સાથે માવઠું પડતા લોકો ચિંતાતુર થયા હતા. જો કે, વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત પણ મળી છે. હજુ પણ આગામી બે દિવસ માઠવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા મુજબ, આગામી બે દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. માવઠા મુજબ, 14 મેના રોજ બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર (Gandhinagar), અરવલ્લી, ખેડા, અમદાવાદ (Ahmedabad), આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, મહીસાગર જિલ્લામાં વરસાદી ઝાપટું પડી શકે છે. 15 મેના રોજ અરવલ્લી, ખેડા (Kheda), અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે, 16 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ (Dahod), ગીર સોમનાથ, અમરેલી (Amreli), ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

249 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો, વીજળી પડતાં 2 ના મોત

જણાવી દઈએ કે, ગઈકાલે રાજ્યના વિવિધ જિલ્લાઓના 41 તાલુકામાં ભરઉનાળે પવન સાથે કરાં અને માવઠું પડતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. કમોસમી વરસાદના (Unseasonal rain) કારણે ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. માહિતી મુજબ, 5 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે નર્મદાના (Narmada) ગરૂડેશ્વમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આંધી-તોફાનથી 249 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષ, હોર્ડિંગ તૂટી પડ્યા હતા. જ્યારે, તેજ ગતિના પવન સાથે વીજળી પડતાં 2 વ્યક્તિનાં મોત પણ થયાં હોવાની માહિતી મળી હતી. જુનાગઢમાં મોડી રાતે ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાસાઈ થયા હતા અને વીજળી પણ ગુલ થઈ હતી. ધૂળની ડમરીઓ ઊડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વહિવટી તંત્ર એક્ટિવ મોડમાં

જૂનાગઢમાં (Junagadh) કાળવા ચોકમાં વૃક્ષ ધરાસાઈ થતા વાહનોને નુકસાન પહોચ્યું હતું. વાતાવરણમાં ફેરબદલને જોતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ (disaster management) એક્ટિવ મોડમાં આવ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોને સાવચેત કરાયાં છે. પીજીવીસીએલ (PGVCL), આરએનબી, પોલીસ અને વન વિભાગને સૂચના અપાઈ છે. તમામ ટીમોને તૈનાત રહેવા સૂચના અપાઈ છે. બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં વીજળી ગુલ થઈ હતી અને કેશર કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

આ પણ વાંચો – Rain forecast: આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

આ પણ વાંચો – Chhota udaipur: કવાંટ તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ, ધરતીપુત્રો થયા ચિંતાતુર

આ પણ વાંચો – MONSOON : આનંદો..નિયત સમય કરતા આગળ ચાલી રહ્યું છે ચોમાસું..!

Whatsapp share
facebook twitter