Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Porbandar : સુદામાપુરીમાં ભગવાન જગન્નાથને 100 વર્ષ જૂના રથમાં બિરાજમાન કરાયાં

03:06 PM Jul 07, 2024 | Vipul Sen

સુદામાપુરી પોરબંદરમાં (Porbandar) આજે અષાઢી બીજ નિમિત્તે શહેરના જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથનાં દર્શનનું આયોજન કરાયું હતું. અનિવાર્ય સંજોગોનાં કારણે આ વખતે રથયાત્રા (Rath Yatra) નીકળી નથી. પરંતુ, મંદિરમાં ભક્તો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ ભગવાન જગન્નાથનાં (Lord Jagannath) દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં છે.

પોરબંદરમાં ભગવાન જગન્નાથ 100 વર્ષ જૂના રથમાં બિરાજમાન

પોરબંદર (Porbandar) શહેરના સુદામા મંદિર (Sudama temple) નજીક ભગવાન જગન્નાથનું જૂનું મંદિર આવેલું છે. આ મંદિર 200 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે તેમ કહેવાય છે. ત્યારે, આ મંદિરના મહંત ઘનશ્યામભાઈ રામાવતે જણાવ્યું હતું કે, સુદામા મંદિર નજીક જગન્નાથ ભગવાનનું મંદિર આવેલ છે. આ મંદિરમાં બે રથ આવેલ છે, જેમાં એક 200 વર્ષ જૂનો રથ છે અને હાલ જે રથ પર ભગવાન બિરાજમાન છે તે રથ 100 વર્ષ જૂનો છે. પોરબંદરમાં વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ, હાલ અનિવાર્ય સંજોગોનાં કારણે છેલ્લા ઘણા સમયથી પોરબંદરમાં રથયાત્રાનું (Rath Yatra) આયોજન મુલતવી રખાયું છે. જો કે, આજે અષાઢી બીજનાં પાવન પર્વે ભક્તો માટે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથ (Lord Jagannath), બલભદ્ર તથા બહેન સુભદ્રાજીને રથ પર બિરાજમાન કરી દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રથયાત્રા પાછળનું મહત્ત્વ

આજે અષાઢી બીજ નિમિત્તે જગન્નાથપુરી સહિતના વિવિધ સ્થળો પર જ્યાં ભગવાન જગન્નાથના મંદિર આવેલા છે તેવા ધાર્મિક સ્થળમાં રથયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે આજના દિવસે શું કામ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તેમની પાછળનું કારણ જણાવતા પોરબંદર જગન્નાથ મંદિરના મહંત ઘનશ્યામભાઈ રામાવતે (Mahant Ghanshyambhai Ramawat) જણાવ્યું હતું કે, એકવાર બહેન સુભદ્રાએ (Subhadraji) શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ભગવાન જગન્નાથે તેમને રથ પર બેસાડી શહેરનું ભ્રમણ કરાવ્યું હતું. તેમ જ અન્ય એક લોકવાયકા મુજબ, આખા વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથના મંદિરે ભક્તો દર્શન કરવા આવે છે પરંતુ, વર્ષમાં એક વખત ભગવાન ભક્તોને દર્શન આપવા નીકળે છે. ઘણા એવા પણ વ્યક્તિઓ છે કે જે મંદિરે આવી શકતા નથી તેમના માટે ભગવાન રથ પર સવાર થઈ નગરચર્યાએ નીકળે છે.

અહેવાલ : કિશન ચૌહાણ, પોરબંદર

આ પણ વાંચો –  Botad : અષાઢી બીજ પર્વે કષ્ટભંજન હનુમાનજીને 500 કિલો જાંબુના અન્નકૂટ સાથે વિશેષ શણગાર

આ પણ વાંચો – Bhavnagar : ગુજરાતની બીજી સૌથી મોટી રથયાત્રાનો શુભારંભ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

આ પણ વાંચો – 147thRathYatraLIVE : મોસાળ સરસપુર પહોંચ્યા ભગવાન ‘જગન્નાથ’, મામેરાની વિધિ પૂર્ણ