Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Rain: રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

09:20 AM Jul 05, 2024 | Hiren Dave

Gujarat Rain: ગુજરાત રાજ્યમાં મેઘરાજાની મહેર યથાવત રહેશે. તેમાં આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, મહેસાણા, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે.

સુરત, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી

સુરત, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. ખેડા, આણંદ, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી સાથે દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં વરસાદની આગાહી સાથે પોરબંદર, જૂનાગઢ, અમરેલી તથા ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં વરસાદની આગાહી છે.

આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભાવનગર, મોરબી, દ્વારકામાં વરસાદની આગાહી સાથે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ થવાનું અનુમાન આપ્યું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, આજે શુક્રવાર માટે ભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.

દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ (Rain in Gujarat) જામ્યો છે. બનાસકાંઠાના (Banaskantha) દાંતામાં 2 કલાકમાં સાડા 3 ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 2 કલાકમાં 28 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સતલાસણા, ખેડબ્રહ્મા, વડાલીમાં 1-1 ઈંચ, ઝઘડિયા, વિજયનગર, ગરૂડેશ્વરમાં અડધો ઈંચ અને નાંદોદ, મેંદરડા અને તિલકવાડામાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના ઇડરમાં આજે છેલ્લા 3 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ  વાંચો  VADODARA : VMC ના પાપે ભૂલકાઓ કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર

આ પણ  વાંચો  Rajkot Gamezone : સાગઠીયાએ …હું આપઘાત કરી લઇશ…નું રટણ શરુ કર્યું

આ પણ  વાંચો  junagadh : છરીની અણીએ 36 કિલો વાળની લૂંટ, પોલીસે કરી ધરપકડ