Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

junagadh : છરીની અણીએ 36 કિલો વાળની લૂંટ, પોલીસે કરી ધરપકડ

08:01 AM Jul 05, 2024 | Hiren Dave

junagadh : જૂનાગઢમાં અજીબ લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મેંદરડા નજીકની જામકા ચોકડી પાસે ત્રણ શખ્સોએ છરી બતાવી માનવ વાળ(hair)ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી.

36 કિલો વાળની કિંમત અંદાજે 1.44 લાખ થાય છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે મૂળ સાવરકુંડલાના લીખાળા અને હાલ મેંદરડા રહેતા અને વાળ લે-વેચનો વ્યવસાય કરતા બાલુભાઈ વાઘેલા સાવરકુંડલાના લીખાળા ગામેથી 36 કિલો વાળનો થેલો લઈને બાઈક પર મેંદરડા આવવા નીકળ્યા હતા. મેંદરડા નજીકની જામકા ચોકડી પાસે પહોંચતા અજાણી કારે બાઇકને ઊભું રખાવ્યું હતું. કારમાંથી ઉતરી ત્રણ શખ્સોએ છરી બતાવી વાળની લૂંટ કરી લીધી હતી. ૩૬ કિલો વાળની કિંમત બજારમાં અંદાજે 1.44 લાખ થાય છે. લૂંટનો ભોગ બનનારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ અંગે આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન વાળની લૂંટ કરનાર કોડીનારના દલ આસિફ જુમા, શકીલ મહંમદ સોલંકી અને દીનું બાલુ સોલંકીની નતાડીયા નજીકથી ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

પોલીસના જણાવ્યા પ્રમાણે લાંબા વાળનું ખૂબ જ મોટું માર્કેટ છે વાળ લેવા માટે શેરીએ શેરીએ ફેરિયાઓ આંટા મારતા હોય છે. અને લાંબા વાળ એકઠા કરી તેને હોલસેલમાં ઉંચી કિંમતે વેચે છે. પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

લાંબા વાળનું ખૂબ જ મોટું માર્કેટ છે. વાળ લેવા દરેક ગામ અને શહેરોની શેરીએ શેરીએ ફેરિયાઓ આંટા મારતા હોય છે. એક કિલો વાળના બે હજારથી ચાર હજાર સુધીના ભાવ ચૂકવાય છે. ફેરિયાઓ વાળ એકઠા કરી તેને હોલસેલના વેપારીઓને આપે છે. તેને એક કિલો વાળની સાતથી દસ હજારની કિંમત મળે છે. વાળની માર્કેટ વધતા હવે તેની પણ લૂંટ થવાનું શરૂ થયું છે.

આ પણ  વાંચો  CHHOTA UDEPUR માં પ્રજા-તંત્રની ભાગીદારી મહત્વપૂર્ણ ગણાવી ‘સંપૂર્ણતા અભિયાન’ નો પ્રારંભ

આ પણ  વાંચો  – Jetpur: ગાંધીનગર ફૂડ વિભાગે નકલી પનીર તમેજ અખાદ્ય દૂધનો કર્યો પર્દાફાશ

આ પણ  વાંચો  – Gujarat: ભ્રષ્ટ અધિકારીઓ પર દાદાનો દંડો, એક સાથે ત્રણ PI ને ફરજિયાત નિવૃત્તિના આદેશ