+

VADODARA : ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરનાર ઇન્ફ્લૂએન્ઝર સામે ફરિયાદ, હાથ જોડી માંગી માફી

VADODARA : Archana Makwana Yoga in Golden Temple : વડોદરાના ફેશન ડિઝાઇનર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર અર્ચના મકવાણા સામે શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધન કમિટી દ્વારા અમૃતસરમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.…

VADODARA : Archana Makwana Yoga in Golden Temple : વડોદરાના ફેશન ડિઝાઇનર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર અર્ચના મકવાણા સામે શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધન કમિટી દ્વારા અમૃતસરમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અર્ચના મકવાણા દ્વારા ગોલ્ડન ટેમ્પલમાં યોગાસન કરવામાં આવ્યા હતા. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને લઇને સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચતા કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અર્ચના મકવાણાએ વિડિયો મારફતે હાથ જોડીને માફી માંગી છે.

ત્રણ કર્મચારીઓની છુટ્ટી

વડોદરાની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર અને ફેશન ડિઝાઇનર અર્ચના મકવાણા દ્વારા તાજેતરમાં યોગ દિવસ પર ગોલ્ડન ટેમ્પલના પરિક્રમા પથ પર યોગ કરવામાં આવ્યો હતો. જેના ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા હતા. આ ઘટના બાદ શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધન કમિટી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ કમિટી દ્વારા ફરજમાં બેદરકારી દાખવનારા ત્રણ કર્મચારીઓની છુટ્ટી કરી દેવામાં આવી છે. સાથે જ એક કર્મચારી પર રૂ. 5 હજારનો દંડ ફટકારી ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું ટ્વીટર પર જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ અર્ચના મકવાણા દ્વારા આ અંગે માફી માંગવામાં આવી છે. અને હાથ જોડીને માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યો છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, અર્ચના મકવાણા સામે અમૃતસર પોલીસ કમિશનરેટ અંતર્ગત આવતા ઇ ડિવીઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મારો કોઇ ઇરાદો ન્હતો

અર્ચના મકવાણા તેના વિડિયોમાં જણાવે છે કે, હું 19 મી તારીખે એવોર્ડ લેવા માટે દિલ્હી આવી હતી. જે મને યોગા અને વેલનેસ માટે યોગદાન માટે આપવામાં આવ્યો હતો. તો મેં વિચાર્યું કે, હું ગુરૂદ્વારા માથું ટેકવીને આવું. ત્યારે યોગા દિવસ હોવાથી મારો ફેવરીટ આસન શિર્ષાસન છે, જે હું બધી જગ્યાઓ પર કરું છું. તે તેમના આભાર વ્યક્ત કરવા માટે કર્યો હતો. તેની પાછળનો ઉદ્દેશ્ય કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન્હતો. મારો કોઇ ઇરાદો ન્હતો. તમને ખરાબ લાગ્યુ તે વાત મને ખરાબ લાગી છે. મને માફ કરી દો. કોઇની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઇ ઇરાદો ન્હતો. મને મારવાની ધમકીઓ મળી રહી છે, મને ગાળો આપવામાં આવી રહી છે. કોઇ ધર્મ અપમાનિત કરવાનું નથી શીખવતો, ભૂલને માફ કરી દેવી જોઇએ. હું દિલથી માફી માંગી રહી છું. મને માફ કરી દો, હું ફરી નહી કરું. ધ્ચાન રાખીશ, મને નિયમો ખબર ન્હતા, હું લાગણીમાં વહી ગઇ હતી. મારો ઉદ્દેશ્ય ખરાબ ન્હતો.

આ પણ વાંચો — VADODARA : રોંગ સાઇડ જતા વાહનો વિરૂદ્ધ વિશેષ ડ્રાઇવથી ફફડાટ

Whatsapp share
facebook twitter