+

International Yoga Day : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, HM હર્ષ સંઘવીએ કરી ઉજવણી, રાજ્યભરમાં આયોજન

આજે વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ (International Yoga Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત દેશભરમાં પણ યોગ દિવસની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

આજે વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ (International Yoga Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત દેશભરમાં પણ યોગ દિવસની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi,) દ્વારા 27 સપ્ટેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ મંજૂર થતા 21 જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આજે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel,), ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લઈ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરી હતી.

PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM અને HM હર્ષ સંઘવીએ ઉજવણી કરી

પ્રાપ્ત માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે સિંધુ ભવન રોડ ખાતે આવેલા ગોટિલા ગાર્ડનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) યોગા કરીને ‘યોગ દિવસ’ની ઉજવણી કરી હતી. જ્યારે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડાબેટ ખાતે યોગ દિવસની ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 6.30 વાગ્યે SKICC, શ્રીનગરમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો. વડાપ્રધાન આ પ્રસંગે સભાને સંબોધી હતી અને ત્યારબાદ CYP યોગ સત્રમાં ભાગ લીધો હતો.

અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ કાર્યક્રમ

અમદાવાદમાં પોલીસ દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) હેડક્વાર્ટર ખાતે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે. ડી નગરવાલા સ્ટેડિયમમાં અમદાવાદ પોલીસનાં જવાનો યોગ કરીને ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં રાજયનાં પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, શહેરનાં તમામ IPS, ACP અને PI કક્ષાનાં અધિકારીઓએ અને અન્ય અધિકારીઓ સાથે મળીને યોગ કર્યો હતો અને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની (International Yoga Day) ઉજવણીમાં ભાગ લીધો હતો

કચ્છમાં યોગ દિવસની ઉજવણી

કચ્છ (Kutch) જિલ્લામાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. કચ્છમાં જિલ્લા કક્ષા કાર્યક્રમનું ‘સ્મૃતિવન ભુજ’ ખાતે આયોજન કરાયું છે. જિલ્લાનાં તમામ તાલુકાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે. યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એવો મેસેજ પણ આપવામાં આવ્યો હતો.

ભાવનગર, રાજકોટમાં આયોજન

ભાવનગરની (Bhavangar) વાત કરીએ તો જિલ્લામાં 13 સ્થળે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની (International Yoga Day) ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 10 માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી માટે ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે જિલ્લાકક્ષાનાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સાથે તમામ તાલુકાઓમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે. રાજકોટમાં (Rajkot) પણ અનેક જગ્યાએ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. શહેરનાં માધવરાઉ સ્ટેડિયમ રેસ કોર્સ ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે, જેમાં શહેરનાં અધિકારીઓ પદાધિકારીઓ અને નેતાઓ ભાગ લીધો હતો.

આ પણ વાંચો – World Yoga Day : માધાપરના કારીગરે 25 દિવસમાં 400 વર્ષ જૂની રોગાન કળાથી ‘વિશ્વ યોગ દિવસ’નો લોગો કંડાર્યો

આ પણ વાંચો – International Yoga Day : સાયન્સ સિટીમાં ભવ્ય ઉજવણી, 400-500 લોકો લેશે ભાગ

આ પણ વાંચો – J&K : PM MODI દાલ લેકના કિનારે કરશે યોગ…

Whatsapp share
facebook twitter