+

VADODARA : આજથી પંડ્યા બ્રિજ બંધ, જાણો વૈકલ્પિક રસ્તા કયા રહેશે

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટ (NHSRCL) અંતર્ગત સી – 5 પેકેજ માટે સિવિલ વર્કની કામગીરી હાલ ચાલી રહી છે. જે માટે પંડ્યા બ્રિજ પર ગડર લોન્ચીંગની…

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટ (NHSRCL) અંતર્ગત સી – 5 પેકેજ માટે સિવિલ વર્કની કામગીરી હાલ ચાલી રહી છે. જે માટે પંડ્યા બ્રિજ પર ગડર લોન્ચીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આજથી લઇને 30, જુન – 2024 સુધી પંડ્યા બ્રિજ પર વાહનોની અવર જવર બંધ રાખવામાં આવી છે. અહિંયાથી કોઇ પણ વાહનો પસાર થઇ શકશે નહી. તાજેતરમાં શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. પંડ્યા બ્રિજ પર વાહનોની અવર-જવર બંધ કરવામાં આવ્યા બાદ અલગ અલગ રૂટના 6 વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે.

અગાઉ અનેક બ્રિજ બંધ કરાયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. અગાઉ પણ શહેરના અનેર ઓવર બ્રિજને આ કામગીરી ચાલતી હોવાના કારણે બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.જો કે, ત્યાર બાદ વૈકલ્પીક રૂટ પર વાહનોનું ભારણ વધ્યું હોવાનું સામે આવ્યું હતું.

જાહેરનામામાં સુચિત રસ્તાઓની યાદી નીચે અનુસાર છે

આ પણ વાંચો — AHMEDABAD : નરોડા રેલવે સ્ટેશન ઓવરબ્રિજ પરના CCTV શોભાના ગાંઠિયા બન્યા

Whatsapp share
facebook twitter