Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AHMEDABAD : અંડરપાસમાંથી વરસાદનું પાણી ઉલેચવા પંપ મુકાશે

01:58 PM Jun 15, 2024 | PARTH PANDYA

AHMEDABAD : ચોમાસું આવતા શહેર (AHMEDABAD) ના અંડરપાસ પર એએમસી પંપ લગાવી પાણી કાઢશે. જેના માટે રૂ. ૧.૧૪ કરોડનો ખર્ચ મનપા દ્વારા કરવામાં આવશે. દરમિયાન એએમસી દ્વારા દાવો કરાયો છે કે, પાણી ભરાય અને અંડરપાસ બંધ કરવો પડે તે સ્થિતિ આ ચોમાસામાં નહીં થાય.

18 અંડર પાસ પંપ મૂકાશે

ચોમાસાની સિઝન શરૂ થવા જઇ રહી છે. ત્યારે શહેરમાં બે ત્રણ ઇંચ જેટલા વરસાદમાં પણ અંડરપાસ બંધ કરવાની પરિસ્થિતિ ઉભી થાય છે. ત્યારે આ વખતે તે પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા તમામ 18 અંડરપાસ પર ખાસ પંપ મૂકવામાં આવશે. જેથી જો પાણી ભરાય તો આ પંપની મદદથી ડ્રેનેજ લાઇનામાં પાણી નાખવામાં આવશે. જેના માટે કોર્પોરેશન દ્વારા એક કરોડ 14 લાખ 9 હજાર નો ખર્ચો પણ કરવામાં આવશે.

બેરિકેટિગ પણ લગાવાશે

અડરપાસની વાત કરીએ તો સ્ટેડિયમ અંડરપાસ ઉસ્માનપુરા નિર્ણયનગર મણીનગર પાલડી પરિમલ શાહીબાગ મીઠાખળી સહિત શહેરમાં નવા બનેલા રેલ્વે લાઈન પરના આઠ અંડરપાસ પર આ પંપ લગાવવામાં આવશે. સાથે જ તમામ અંદરપાસ પર ખાસ બેરિકેટિગ પણ લગાવવામાં આવશે. જેથી પાણી ભરાય તો શહેરીજનો ને અંદર જતા અટકાવી શકાય જેથી કોઇ જાનહાનિ ન થાય.

અહેવાલ — રીમા દોશી, અમદાવાદ 

આ પણ વાંચો — AHMEDABAD : કિડ્સ સિટીમાં રીનોવેશન સાથે નવા આકર્ષણો ઉમેરાશે