+

Golden Ramayan: 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યુ, દુર્લભ સોનાની રામાયણ

સુરત: ભગવાન રામના જીવનકાળને રામભક્તો સ્વર્ણકાળ ગણાવે છે. રામની જીવની અંગે ૠષિ વાલ્મિકીની રામાયણ અંગે તમે ઘણું સાંભળ્યું હશે પણ સુરત ખાતે એક 19 કિલોની દુર્લભ કહી શકાય એવી સોનાની…

સુરત: ભગવાન રામના જીવનકાળને રામભક્તો સ્વર્ણકાળ ગણાવે છે. રામની જીવની અંગે ૠષિ વાલ્મિકીની રામાયણ અંગે તમે ઘણું સાંભળ્યું હશે પણ સુરત ખાતે એક 19 કિલોની દુર્લભ કહી શકાય એવી સોનાની રામાયણ છે કે જે માત્ર વર્ષમાં ત્રણવાર જાહેર ભક્તો માટે ખુલ્લી મુકવામાં આવે છે. રામનવમી, પુષ્યનક્ષત્ર અને નવા વર્ષના દિવસે ભાવિક ભક્તો આ દર્શનનો લાભ લે છે.

222 તોલાના સ્વર્ણની સ્યાહીથી લખવામાં આવી

સુરતના લોકો માટે રામનવમીના દિવસે ભક્તિ કરવાની સાથે અન્ય એક બાબત ખાસ છે, કારણ કે આ દિવસે રામ ભક્તોને સોનાની રામાયણ જોવા મળે છે. 540 પાનાની સોનાની આ રામાયણ 222 તોલાના સ્વર્ણની સ્યાહીથી લખવામાં આવી છે. જેનું વજન 19 કિલો છે. 10 કિલો ચાંદી, ચાર હજાર હીરા, માણેક, પન્ના અને નીલમથી સજાવવામાં આવી છે. જેની કિંમત કરોડોમાં છે.

5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યુ

સ્વર્ણ રામાયણના મુખ્ય પૃષ્ટ પર એક તોલા સોનાથી શિવની, અર્ધા તોલા સોનાથી હનુમાનની પ્રતિમા બનાવવામાં આવી છે. 1981માં રામભાઈ ભક્ત દ્વારા આ સ્વર્ણ રામાયણને ખાસ પુષ્ય નક્ષત્રમાંજ લખવામાં આવી છે. એટલે કુલ 9 મહિના અને 9 કલાકમાં આ રામાયણ લખવામાં આવી છે. જેમાં 12 લોકો શામેલ હતા. 530 પાના પર રામના જીવનને ચિત્રિત કરવામાં આવ્યુ છે. આ રામાયણમાં 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યુ છે.

જર્મનીથી પાના મંગાવવમાં આવ્યા

આ રામાયણ લખનાર રામભાઈ ભક્તના સંબધી ગુણવંત ભાઈએ જણાવ્યું કે રામાયણ માટે જર્મનીથી પાના મંગાવવમાં આવ્યા હતા. જેને પાણીથી ધોવા છતાં પણ તેની ઉપર કોઈ અસર થતી નથી. જર્મનીનો આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ એની પર કોઈ ડાઘ લાગતો નથી. વર્ષમાં ત્રણ વાર આ રામયણ ભક્તોના દર્શન માટે મુકવામાં આવે છે. ભક્તો પણ આ સોનાની રામાયણના દર્શન કરીને પાવન થઈ જાય છે.

આ પણ વાંચો: Surat : હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરનારાઓની હવે ખેર નહીં! ઘર્મજ્ઞાન ગોષ્ઠીમાં લેવાશે આ મોટો નિર્ણય!

આ પણ વાંચો: Surat election: હું શપથ લવ છું… હું મતદાન કરીશ… સુરત બસ સ્ટેશન ચૂંટણીમય

આ પણ વાંચો: Surat loksabha : અમે ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન કર્યું, ભાજપના ઉમેદવારે ફોર્મ ભરી કહ્યું કે…

Whatsapp share
facebook twitter