Surat election: 2024ની લોકસભા ચૂંટણીને પગલે વિવિધ પાર્ટીઓ તો જોર લગાવી રહી છે કે તેમને જંગી મત મળે પણ સાથે જ ચૂંટણી પંચે પણ કમર કસી છે જેથી જંગી મતદાન Surat election થઈ શકે. આ કાર્યક્રમો અંતર્ગત સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે લોકસભા ચૂંટણી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વધુમાં વધુ મતદાન માટે મુસાફરો, આમ નાગરિકોને પ્રોત્સાહિત કરાયા હતા, સાથે જ બસ ડ્રાઇવરો, કંડક્ટરો, કર્મચારીઓ પણ ઉત્સાહભેર કાર્યક્રમમાં જોડાયા હતા. Surat election
સેલ્ફી સ્ટેન્ડ ઉભું કરી મતદાન જાગૃતિ
આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વિપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે તેની કવાયત ચાલી રહી છે. લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ની ઉત્સાહભેર ઉજવણી કરે તે હેતુથી કાર્યક્રમ યોજ્યો હતો. 160- સુરત ઉત્તર વિધાનસભામાં સમાવિષ્ટ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં યુવા મતદારોને પ્રેરિત કરવા સેલ્ફી સ્ટેન્ડ પણ ઉભું કરી મતદાન જાગૃતિનો સંદેશ પઠવાય રહ્યો છે.
ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા
કાર્યક્રમમાં સ્વિપના નોડલ ઓફિસર દ્વારા આગામી 7 મે ના રોજ યાત્રીઓ, બસ ડ્રાઇવરો, કંડક્ટરો, એસ. ટી. કર્મચારીઓ અને કામદારો અવશ્ય મતદાન કરે એવી અપીલ કરાઈ હતી. તેમજ યુવા મતદારોને પ્રેરિત કરવા બસ સ્ટેશનમાં સેલ્ફી સ્ટેન્ડ ઉભું કરી મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.
આ પણ વાંચો: Surat loksabha : અમે ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન કર્યું, ભાજપના ઉમેદવારે ફોર્મ ભરી કહ્યું કે…
આ પણ વાંચો : Surat news ગાંધીની વિચારધારા લઈ ગાંધીના વેશમાં મત માંગીશ: નૈષદ દેશાઈ
આ પણ વાંચો: Loksabha election 2024: દૂધની થેલી પર મતદાન જાગૃતિ સંદેશ