Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Loksabha election 2024: દૂધની થેલી પર મતદાન જાગૃતિ સંદેશ

03:31 PM Apr 13, 2024 | RAHUL NAVIK

સુરત: સમગ્ર દેશ હાલ ચૂંટણીમય (Loksabha election 2024) વાતાવરણમાં તબદીલ થઇ ગયો છે. લોકસભાની સામાન્ય ચૂંટણી (Loksabha election 2024) ને લઈ ભારતીય ચુંટણીપંચ વિવિધ કાર્યક્રમોના માધ્યમથી લોકોને પ્રેરણા પૂરી પાડતું હોય છે. જોકે છતાં લોકો પોતાનો અધિકાર પોતાના મતનો ઉપયોગ કરવાથી વંચિત રહી જતા હોય છે, ત્યારે સુરતીઓમાં મતદાન જાગૃતિ માટે સુમુલ ડેરી દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં રોજની 12.50 લાખ થેલીઓ થકી લાખો ઘરોમાં મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડાય રહ્યો છે. Loksabha election 2024

જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધોને મતદાન માટે પ્રેરણા

આગામી 7મી મે એ રાજ્યભરમાં યોજાનારા લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતીઓ ચૂંટણીના આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધોને મતદાન માટે પ્રેરણા આપવા વિવિધ પ્રયત્નો કરાઈ રહ્યા છે. સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસો કરાઇ રહ્યા છે. જેમાં સુરતની પ્રખ્યાત સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઇ છે.

12.50 લાખ થેલીઓ પર મતદાન જાગૃતિનો સંદેશ

સુમુલ ડેરી સંસ્થા દ્વારા રોજની આશરે 12.50 લાખ થેલીઓ પર ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ સૂત્રને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ લાખો ઘરે પહોંચાડવામાં આવે છે. તેમજ તેમના દ્વારા આગામી અમુક દિવસો સુધી આ જ રીતે મતદાન જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: SURAT RTO મનપસંદ નંબરપ્લેટ ઈચ્છતા સુરતીઓ માટે ખુશ ખબર

આ પણ વાંચો: surat c r patil સુરતમાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત 5000 લોકોએ કેસરિયા ધારણ કર્યો

આ પણ વાંચો: Surat murder: હાથ કાપનાર સહિત બેની ધરપકડ, ચાર આરોપી ફરાર