+

Surat c r patil સુરતમાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત 5000 લોકોએ કેસરિયા ધારણ કર્યો

સુરત: એક તરફ લોકસભા ચૂંટણીને લઇ પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરત (Surat c r patil) શહેરમાં કાર્યકર્તાઓનો પક્ષ પલટો પણ યથાવત છે. શુક્રવારના રોજ શહેર કોંગ્રેસમાં…

સુરત: એક તરફ લોકસભા ચૂંટણીને લઇ પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરત (Surat c r patil) શહેરમાં કાર્યકર્તાઓનો પક્ષ પલટો પણ યથાવત છે. શુક્રવારના રોજ શહેર કોંગ્રેસમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય હતી (Surat c r patil) અને એક સાથે 5000 લોકોએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ખેસ પહેર્યો હતો. Surat c r patil

ઉત્તર ભારતીય સમાજના કોંગી કાર્યકરો

સુરતના આંબેડકર ચોક, ગણેશ નગર વળોડ ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ઉત્તર ભારતીય સમાજના કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. દરમિયાન સ્થાનિક લોકોનું પણ ટોળું ઉમટી પડ્યું હતું.

વિપક્ષએ મોદીજીને ધમકી આપી હતી: સી આર પાટીલ

કાર્યક્રમમાં સી આર પાટીલે પીએમ મોદીના કાર્યકાળના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે વિપક્ષે મોદીજીને ધમકી આપી હતી કે રામ મંદિર કો હાથ મત લગાના, 370 કો હાથ મત લગાના, લેકિન મોદીજીએ તમામને જવાબ આપી દીધી. દિલ્હીમાં મોદી અને યુપીમે યોગીજી તો રામ મંદિર તો બનવાનું જ હતું. પાકિસ્તાને પોતાના આતંકવાદી મોકલી ભારતીયોના જીવ લીધા, મોદીજીએ તેમના ઘરમાં ઘૂસીને આતંકવાદીને માર્યા.

5000 કાર્યકરો ભાજપમાં જોડાયા

કોંગી કાર્યકરો ભાજપમાં જોડાતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબના કાર્યક્ષમ નેતૃત્વ અને સમાજના દરેક વર્ગ પ્રત્યે સહકારની ભાવનાથી પ્રભાવિત, અમે બબલુ સિંહ રાજપૂત, રાજેશ ગુપ્તા, રતન સિંહ બઘેલ, અનિલ સિંહ તોમર, સુશીલ સિંહ, રિંકુ સિંહ, જગન્નાથ યાદવ, આત્મારામ ત્રિપાઠી, પિન્ટુ ગીરી, નવીન પ્રજાપતિ, રમાકાંત ચૌબે, કમલા પ્રસાદ યાદવ, અરવિંદ સિંહ પ્રમોદ ગુપ્તા, કાર્તિક ચતુર્વેદી, અજય ચતુર્વેદી , અનીશ સિંહ સંજીવ (પિન્ટુ) સિંહ , વિજય ત્રિપાઠી , પિન્ટુ સિંહ , વિવેક (મિન્ટુ) પાંડે , તેમના 5000 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા.

Whatsapp share
facebook twitter