VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરા (PADRA) માં આવેલા એ જે શાહ પેટ્રોલ પંપ (PETROL PUMP) પર એક યુવક પેટ્રોલ ભરાવવા આવે છે. યુવકે રૂ. 50 નું પેટ્રોલ ભરવા કહ્યું હતું. પરંતુ ફિલર દ્વારા રૂ. 140 નું પેટ્રોલ ભુલથી ભરાઇ જાય છે. જે બાદ રૂ. 90 નું વધારાનું પેટ્રોલ તે કહીને બોટલમાં કાઢી લે છે. આ ઘટના બાદ બોલાચાલી થાય છે અને નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરે છે. આખરે ઉપરોક્ત મામલે પાદરા પોલીસ મથકમાં 9 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
એક્ટીવા લઇને કસ્ટમર આવે છે
પાદરા પોલીસ મથકમાં મોઇનખાન યુસુફખાન પઠાણ (ઉં. 33) (રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી, પાદરા) નોંધાવેલી ફરિયાદ, તે પાદરા ડેપોની બાજુમાં આવેલા એ. જે. શાહ પેટ્રોલ પંપ પર નોકરી કરે છે. ગત બપોરથી તેઓ નોકરી પર હાજર હોય છે. રાત્રે 9 વાગ્યે એક્ટીવા લઇને પ્રિન્સ નામનો કસ્ટમર આવે છે. અને રૂ. 50 નું પેટ્રોલ ભરવા જણાવે છે. તેવામાં ભુલથી રૂ. 140 નું પેટ્રોલ ભરાઇ જાય છે. જેથી તેઓ પ્રિન્સને કંપની ડિસ્પ્લે પર જોવા જણાવે છેે. પ્રિન્ક કહે છે કે, મારી પાસે રૂ. 140 નથી. પરંતુ રૂ. 50 જ છે. જેથી તેઓ રૂ. 90 નું પેટ્રોલ કાઢી લેવાનું કહે છે. જે વાતનો પ્રિન્સ મંજુર કરે છે.
તારૂ થાય છે ! તેમ કહી ફોન કર્યો
જેથી તેઓ પ્લાસ્ટનીકની બોટલમાં રૂ. 90 નું વધુ ભરાઇ ગયેલું પેટ્રોલ કાઢી લે છે. જે બાદ પ્રિન્સ કહે છે કે, આ રૂ. 90 નું પેટ્રોલ છે ? તારૂ થાય છે ! તેમ કહી તે કોઇને ફોન કરે છે. થોડીક જ વારમાં અજયસિંહ મહેશભાઇ પરમાર, ભોપો દરબારનો દિકરો મોન્ટુ, મહેન્દ્ર ઉર્ફે લાલી દરબાર, કાની, નિકુલ રાજપુત, વિકી રાજપુત, ભાવેશ માળી, અને અનિલ (તમામ રહે. પાદરા ટાઉન) આવે છે. અને કોઇ પણ વાત સાંભળ્યા વગર મારવાનું શરૂ કરી દે છે. બચાવમાં મોઇનખાન પેટ્રોલની નોઝલ ગોળ ફેરવે છે. જેમાં પાઇપ છુટી પડી ગયા બાદ હુમલો કરવામાં આવે છે. દરમિયાન બનેવી આફ્તાબભાઇ મલેક છોડાવવા પડતા તેઓને પણ માર મારવામાં આવે છે.
ઇજાગ્રસ્ત SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ
સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે કાફલો આવી જાય છે. અને આ ઘટનામાં ઇજાગ્રસ્ત મોઇનખાનને 108 મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવે છે. જ્યાં હાલ તેઓ સારવાર લઇ રહ્યા છે. ઉપરોક્ત મામલે અજયસિંહ મહેશભાઇ પરમાર, ભોપો દરબારનો દિકરો મોન્ટુ, મહેન્દ્ર ઉર્ફે લાલી દરબાર, કાની, નિકુલ રાજપુત, વિકી રાજપુત, ભાવેશ માળી, અને અનિલ (તમામ રહે. પાદરા ટાઉન) સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો —VADODARA : આંબા પરથી કેરી તોડ્યા બાદ જમીન મામલે પરિવારમાં ધીંગાણું