Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શિલ્પા શેટ્ટીના પરિવાર સામે લાખોની છેતરપિંડીનો કેસ, કોર્ટમાં હાજર રહેવાના આદેશ

11:43 AM Apr 26, 2023 | Vipul Pandya

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર એક પછી એક નવા વિવાદોમાં ધેરાયેલો રહે છે. આ પહેલા પણ એક્ટ્રેસના પતિ રાજ કુંદ્રાની કથિત રીતે પોર્નોગ્રાફી ફિલ્મ રેકેટમાં સામેલ થવાના આરોપમાં ધરપકડ થઇ હતી. અત્યારે તે જામીન પર બહાર છે. આ પહેલા એક્ટ્રેસ અને તેના પતિની વિરુદ્ધ લખનઉમાં ફ્રેન્ચાઈઝી ખોલવાના નામ પર પણ છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી, તેની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટી વિરુદ્ધ મુંબઈની અંધેરી કોર્ટે સમન્સ જાહેર કર્યું છે. મુંબઈના એક બિઝનેસમેને કોર્ટમાં શેટ્ટી પરિવારની વિરુદ્ધ 21 લાખ રૂપિયાની લોન ન ચૂકવવા બદલ કેસ દાખલ કર્યો હતો. કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર કેસ?
આ કેસમાં એક ઓટોમોબાઈલ એજન્સીના માલિક પરહદ આમરા નામના એક બિઝનેસમેને કર્યો છે. તેમણે  જુહુ પોલીસ સ્ટેશનમાં ત્રણેયની વિરુદ્ધ કાનૂની ‘ફર્મ મેસર્સ વાઈ એન્ડ એ લીગલ’ના માધ્યમથી 21 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી હતી. વેપારનો દાવો  છે કે શિલ્પાના સ્વર્ગીય પિતાએ વર્ષ 2015માં 21 લાખ રૂપિયા ઉધાર લીધા હતાં.

21 લાખ રૂપિયાની લોન ન ભરી 
કોન્ટ્રાક્ટના અનુસાર શિલ્પાના પિતાએ જાન્યુઆરી 2017માં 18% વ્યાજ સહિત સંપૂર્ણ રકમની ચૂકવણી કરવાની હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે સુરેન્દ્ર શેટ્ટીએ પોતાની દીકરીઓ અને પત્નીને આ લોન વિશે જાણ છે. લોન ચૂકવી શકે તે પહેલા 11 ઓક્ટોબર 2016ના રોજ સુરેન્દ્ર શેટ્ટીનું નિધન થઈ ગયું, અને ત્યારથી શિલ્પા, શમિતા અને તેની માતાએ લોન ચૂકવવાની ના પાડી દીધી છે.