+

Summer : હવે જ ખાસ સાચવવા જેવું..વાંચો અહેવાલ

Summer : આગામી દિવસોમાં ગરમીનો પારો 43 ડિગ્રી અને તેની ઉપર જવાની સંભાવના છે ત્યારે હવામાન વિભાગે પણ ગુજરાતમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉનાળા (Summer ) ની…

Summer : આગામી દિવસોમાં ગરમીનો પારો 43 ડિગ્રી અને તેની ઉપર જવાની સંભાવના છે ત્યારે હવામાન વિભાગે પણ ગુજરાતમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉનાળા (Summer ) ની આ કાળઝાળ ગરમીમાં જ્યારે પણ ઘરની બહાર નિકળો ત્યારે સાવધાન રહેવું જરુરી છે અને સાવચેતી રાખવી જરુરી છે.

હીટવેવ ખુબ જ ખતરનાક મનાય છે

ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે શરીરની ચામડી પણ બળવા લાગે છે અને શરીરની તાકાત પણ ઘટવા લાગે છે તથા આપણા પાચન તંત્રને પણ અસર કરે છે. હીટવેવ ખુબ જ ખતરનાક મનાય છે અને તેથી જ ઘરની બહાર નિકળો ત્યારે સાવચેતી રાખવી જરુરી છે.

હીટ સ્ટ્રોક, માથાનો દુખાવો રહે છે

અસહ્ય ગરમીના કારણે શરીરનું તાપમાન વધે છે. બીપીમાં પણ ગરબડ થાય છે. શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતલન પણ બગડે છે. ગરમીમાં હીટ સ્ટ્રોક, માથાનો દુખાવો અને ચક્કર, થાક લાગવો તથા મસલ્સમાં દુખાવો થવાની સંભાવના છે. ઉપરાંત ડિહાઇડ્રેશન અને ચામડીની પણ સમસ્યા થાય છે.

ડિહાઇડ્રેશનનું જોખમ

સામાન્ય રીતે આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી સે.હોય છે પણ ઉનાળામાં જ્યારે આપણે ઘની બહાર હોઇએ ત્યારે આસપાસનું વાતાવરણ ગરમ હોય છે અને ત્યારે શરીરમાં તાપમાન જાળવી રાખવા પરસેવો થાય છે. વધુ પરસેવો થાય તો ડિહાઇડ્રેશનનું જોખમ રહે છે કારણ કે શરીરમાં મીઠું અને પાણીનું સંતલુન ઓછું થાય છે .

શરીરને ઢાંકીને નિકળવું જોઇએ

અને તેથી જ જ્યારે ઉનાળાની ગરમીમાં તમે ઘરની બહાર હોવ તો શરીરને ઢાંકીને નિકળવું જોઇએ અને સીધા સૂર્યના તડકાના સંપર્કમાં ના આવવુંજોઇએ. કપડાં પણ હલકા અને સુતરાઉ પહેરવા જોઇએ. આંખો પર ગોગલ્સ અને માથું પણ ટોપી તથા સ્કાર્ફથી ઢાંકવું જોઇએ. ઉનાળામાં સતત પાણી પીવાનું ચાલુ રાખવું જોઇએ. આ સાથે લીંબુ પાણી તથા છાશ પણ પીવી જોઇએ . પેટ ક્યારેય ખાલી ના રાખવું જોએ અને આલ્કોહોલ તથા ખાંડયુક્ત પીણા ના પીવા જોઇએ. ખોરાક પણ એક સાથે વધુ પડતો ના લેવો જોઇએ. તાજો જ ખોરાક લેવો જોઇએ.

Disclaimer : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ગુજરાત ફર્સ્ટ તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો—– Weather Report : રાજ્યમાં 5 દિવસ યલો એલર્ટ ! ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચાવની વકી, જાણો ક્યાં કેટલું તાપમાન ?

આ પણ વાંચો—- Election 2024: લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર, BJP એ કરી મતદાનનો સમય વધારવા રજૂઆત

Whatsapp share
facebook twitter