+

સોના નહીં, ચાંદી નહીં ચેક તો મિલા!, ચલો ચેક ચોર લે! અમદાવાદનો અજીબોગરીબ ચોર

અત્યાર સુધી તમે સોના - ચાંદી કે રોકડની ચોરીની ઘટના તો સાંભળી હશે, પરંતુ આ વખતે અમદાવાદમાં ચોરીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જી હા, શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં રોકડ કે દાગીનાની નહીં, પરંતુ બેંકમાંથી ચેકની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પરિમલ ગાર્ડન પાસે આવેલી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના મેનેજર તારક પરીખે આ મામલે ફરિયાદ નોંધાવી છે. 26 જાન્યુઆરીએ બેંકના ખાતેà
અત્યાર સુધી તમે સોના – ચાંદી કે રોકડની ચોરીની ઘટના તો સાંભળી હશે, પરંતુ આ વખતે અમદાવાદમાં ચોરીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જી હા, શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં રોકડ કે દાગીનાની નહીં, પરંતુ બેંકમાંથી ચેકની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પરિમલ ગાર્ડન પાસે આવેલી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના મેનેજર તારક પરીખે આ મામલે ફરિયાદ નોંધાવી છે.
 26 જાન્યુઆરીએ બેંકના ખાતેદાર પરાગ શાહે બેન્ક મેજેનરને જાણ કરી હતી કે બેંકની બહાર આવેલા ATMના ચેકબોક્સમાં તેઓએ ચેક નાખ્યો હતો, જે ચેક ક્લિયર થયો નથી. આ મામલે મેનેજરે તપાસ કરતા ખાતેદારનો ચેક ડ્રોપ બોક્સમાં ખાતેદારે નાખેલો ચેક મળ્યો ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વધુ એક ફરિયાદ આવી હતી, જેમાં બીજા ગ્રાહકે પણ ડ્રોપ બોક્સમાં નાખેલો ચેક જમા થયો ન હતો. ડ્રોપ બોક્સમાં ચેક ન હોવાની ફરિયાદ આવતા અંતે કાલુપુર બેન્કના મેનેજરને શંકા ગઈ હતી. મેનેજરે ATM ચેમ્બરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા ૨૩મી જાન્યુઆરીના રોજ બેન્કના એટીએમની બહાર બે ઈસમો આવ્યા હતા. ઈસમો પૈકી એક ઈસમ ATMની બહાર ઉભો હતો, જ્યારે બીજા ઇસમે તે જ સમયે ATM માં પ્રવેશ કરીને ચેકબોક્સ પોતાની પાસે રહેલ સાધન વડે ખોલ્યા બાદ બોક્સની અંદર રહેલા તમામ ચેક શરીરની અંદરના ભાગે મૂકીને ઈસમો ફરાર થઈ ગયા હતા. હવે જોવાનું એ રહેશે કે સીસીટીવી ફૂટેજને આધારે કેટલા સમયમાં આરોપી જેલની અંદર ધકેલાય છે.
Whatsapp share
facebook twitter