Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘એક વર્ગ, એક ટીવી ચેનલ’દ્વારા વિદ્યાર્થીઓને થશે ફાયદો

07:05 PM Apr 29, 2023 | Vipul Pandya

વિશ્વ સહિત દેશમાં આવેલી મહામારી કોરોનાએ લોકોની કમર સહિત તમામ દેશોની આર્થિક સ્થિતિ ખરાબ કરી નાખી છે. ત્યારે આ તમામ વચ્ચે કોરોના વાયરસની અસર બાળકોના અભ્યાસ પર પડી છે. કોરોના વાયરસના પગલે લાદેલા અનેક પ્નતિબંધોની અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે. એક રિપોર્ટના આધારે સૌથી વધુ અસર ધો.9થી 12 વિદ્યાર્થીઓને થઇ છે. ભારતમાં આ વયજૂથમાં આશરે 13 કરોડથી વધુ વિદ્યાર્થીઓ આવે છે. જે બાળકો શ્રેષ્ઠ શિક્ષણ સાથે રોજગારીની તકો ઉભી થાય તેવું ઇચ્છે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બજેટ 2022-2023માં વિદ્યાર્થીઓને લઇને જાહેરાત કરવામાં આવી છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે તેમનું ચોથુ બજેટ રજૂ કર્યું હતું. 2022-2023ના આ બજેટમાં વિદ્યાર્થીઓને લઇને અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઇ-વિદ્યા યોજના હેઠળ 1 ક્લાસ-1 ટીવી ચેનલ પ્રોગ્રામ અંતર્ગત હવે ચેનલ 12થી વધારીને 200 કરવામાં આવશે. આ યોજનાનો લાભ લઈને ધોરણ 1 થી 12 સુધીના બાળકો ઓનલાઈન અભ્યાસ કરી શકશે. આ સાથે બાળકોને પ્રાદેશિક ભાષામાં શિક્ષણની સુવિધા પણ આપવામાં આવશે.
ડિજિટલ યુનિવર્સિટીઓ તમામ ભાષાઓમાં હશે
કોરોનાથી પ્રભાવિત થયેલા શિક્ષણને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. ડિજિટલ યુનિવર્સિટી ખોલવામાં આવશે, જે ઘણી ભાષાઓમાં હશે. દેશની ટોચની યુનિવર્સિટીઓને આ પ્રોગ્રામ સાથે જોડીને શિક્ષણના સ્તરને વધારવામાં આવશે. 
આંગણવાડી બનશે આધુનિક 
દેશભરમાં લગભગ 2 લાખ આંગણવાડીઓને આધુનિક બનાવાશે. એટલે કે જૂની આંગણવાડીઓને અપગ્રેડ કરવામાં આવશે.
બજેટમાં રોજગારની કઇ મોટી વાત થઈ?
  • આત્મનિર્ભર ભારત અંતર્ગત 16 લાખ નોકરીઓ અપાશે.
  • મેક ઇન ઇન્ડિયા હેઠળ 60 લાખ નોકરીઓ.
  • કૌશલ્ય વિકાસ કાર્યક્રમો નવેસરથી શરૂ કરાશે, જેથી રોજગારીની તકો ઉભી કરી શકાય.
  • રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત કાર્યક્રમ ઉદ્યોગોને જરૂરિયાતો અનુસાર તૈયાર કરાશે.
  • રાજ્ય સંચાલિત ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોને પણ જરૂરિયાત મુજબ અપગ્રેડ કરાશે.