+

ગુનેગારોને સખત સજા થવી જોઇએઃ જગદીશ ઠાકોર

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા અંગે રાજકારણ શરૂ થઇ ગયું છે. કિશન ભરવાડની હત્યાને લઈને એક પછી એક રાજકીય નેતાઓ નિવેદન બાજી કરી રહ્યાં છે. ત્યારે હવે જગદીશ ઠાકોરે પણ હત્યાને લઈને નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, ગુનેગારોને સખત સજા થાય તે અમારું સ્ટેન્ડ છે. 26મી જાન્યુઆરીનું રેડ એલર્ટ હોવા છતાં હથિયારો કેમ આવ્યા તે પણ એક પ્રશ્ન છે. સરકાર જે પાકિસ્તાન કનેક્શનની વાત કરે છે તો 26મી જા
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા અંગે રાજકારણ શરૂ થઇ ગયું છે. કિશન ભરવાડની હત્યાને લઈને એક પછી એક રાજકીય નેતાઓ નિવેદન બાજી કરી રહ્યાં છે. ત્યારે હવે જગદીશ ઠાકોરે પણ હત્યાને લઈને નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, ગુનેગારોને સખત સજા થાય તે અમારું સ્ટેન્ડ છે. 26મી જાન્યુઆરીનું રેડ એલર્ટ હોવા છતાં હથિયારો કેમ આવ્યા તે પણ એક પ્રશ્ન છે. સરકાર જે પાકિસ્તાન કનેક્શનની વાત કરે છે તો 26મી જાન્યુઆરીનું રેડ એલર્ટ ક્યાં ગયું? આ પહેલો એપિસોડ છે, હજુ ઘણું થવાનું છે. બનાવ બાદ વીડિયો બનાવ્યા અને ભાજપ સાથે જોડાયેલા સંગઠનો લોકોને ઉશ્કેરે છે. ગોધરાકાંડ પછી જેલમાં ગયેલા લોકોના પરિવારને શું તકલીફ પાડી તેની કોઈએ ચિંતા નથી કરી. બનાવ અને બનાવ બાદની ઘટનાઓ અંગે કોંગ્રેસ પક્ષ ગંભીર છે.
ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના ધંધુકામાં થોડા દિવસ પહેલા માલધારી સમાજના યુવકની ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયામાં પણ લોકોમાં ભારે રોષ છે. થોડા દિવસ પહેલા મૃતક યુવકે અન્ય ધર્મ અંગે વાંધાજનક પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકી હતી. જો કે બાદમાં યુવકે માફી પણ માંગી હતી.
Whatsapp share
facebook twitter