+

ક્ષત્રિયોના સતત વધતા વિરોધ વચ્ચે ફાયર બ્રિગેડ બની આવ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) હવે તેના ત્રીજા તબક્કે (Third Phase) પહોંચવાની છે. તે પહેલા ગુજરાતમાં ભાજપ (BJP) માટે સૌથી મોટો પડકાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) નિવેદન બાદ ક્ષત્રિય સમાજ…

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) હવે તેના ત્રીજા તબક્કે (Third Phase) પહોંચવાની છે. તે પહેલા ગુજરાતમાં ભાજપ (BJP) માટે સૌથી મોટો પડકાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) નિવેદન બાદ ક્ષત્રિય સમાજ (Kshatriya community) ની નારાજગીને શાંત કરવી. જેને લઇને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghavi) પોતે હવે પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ભાજપના ઉમેદવાર પૂનમ માંડમ (Poonam Mandam) સામે સતત વધી રહેલા વિરોધના પગલે ગૃહ રાજ્યમંત્રી (Minister of State for Home) ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે. તેઓ મોડી રાત્રે જામનગર (Jamnagar) પહોંચ્યા હતા, જ્યા તેમણે કોઇ ખાનગી હોટલ (Private Hospital) માં સ્થિતિનો ચિતાર મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

ગૃહ રાજ્યમંત્રીની બંધબારણે બેઠક

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Harsh Sanghavi) એ જામનગરમાં ક્ષત્રિય સમાજ (Kshatriya community) ના વિરોધ મુદ્દે ધારાસભ્ય રિવાબા જાડેજા (MLA Rivaba Jadeja) અને દિવ્યેશ અકબરી (Divyesh Akbari) સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત તેમણે કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Agriculture Minister Raghavji Patel) અને શહેર જિલ્લા ભાજપા સંગઠન (BJP Organization) સાથે પણ મિટિંગ કરી હતી. મોડી રાત્રે 12 વાગ્યે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા (Tourism Minister Mulubhai Bera) અને પરિમલ નથવાણી (Parimal Nathwani) ખાનગી હોટેલ પણ આવ્યા હતા, જ્યા આખી રાત ડેમેજ કંટ્રોલ (Damage Controll) કરવા માટે મિટિંગ થઇ હતી.

આ પછી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ એક મોટું સ્ટેટમેન્ટ આપતા ક્ષત્રિય સમાજ (Kshatriya community) ને અમારો પરિવાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, પરિવારના સભ્યોને મળવું અને વાતચીત કરવી અમારું રોજીદુ કાર્ય છે. તેમણે તે પણ ઉમેર્યું કે, અમારી અહીં કોઇ સ્પેશ્ય બેઠક થઇ નથી. તેમણે કહ્યું કે, પરિવારના (ક્ષત્રિય સમાજ) ના સભ્યો સાથે સામાન્ય વાતચીત થઇ છે. ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા હર્ષ સંઘવીએ જામનગરમાં ચૂંટણી કાર્યાલયની મુલાકાત લીધી હતી, જ્યા તેમણે રાજપૂતો, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ પૂનમ માડમ અને પરિમાલભાઈ નથવાણી સાથે વાર્તાલાપ કર્યો હતો.

રાહુલ ગાંધીના નિવેદનની કરી નિંદા

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજા-રજવાડાઓ પર આપેલા નિવેદનની પણ નિંદા કરી હતી. તેમણે આ સાથે INDI ગઠબંઘનના આપના નેતા ઉમેશ મકવાણાના નિવેદન પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે રાહુલ ગાંધીના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાહુલ ગાંધી રાજા મહારાજાઓ પર નિવેદનબાજી કરે ચે પણ ક્યારે નિજામોના અત્યાચાર અંગે બોલતા નથી. તેમણે આગળ કહ્યું કે, સહેજાદાનું નિવેદન ખૂબ જ દુઃખદ છે. હર્ષભાઈ સંઘવીએ આગળ કહ્યું કે, દરેક ચૂંટણીઓમાં રાહુલ રાજવીઓ પર નિવેદન કરવા પ્રખ્યાત છે. ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના નિવેદન પર પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, આ ખૂબ જ નિંદનીય અને દુઃખદ નિવેદન છે.

આ પણ વાંચો – Kshatriya Samaj : પદ્મીનીબા એ કેમ કહ્યું કે ખીચડી પકાવાઇ રહી છે?

આ પણ વાંચો – Jamnagar : પૂનમ માડમ સામેના વિરોધને ડામવા ગૃહ રાજ્યમંત્રીની ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે બેઠક

Whatsapp share
facebook twitter