Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોર્પોરેટર વાંસતી પટેલે 10 વર્ષથી ટેક્સ નથી ભર્યો..? મેન્ટેનન્સ ન ભરતા પાણી કનેક્શન કટ..!

06:40 AM Apr 29, 2023 | Vipul Pandya

અમદાવાદના વધુ એક કોર્પોરેટર વિવાદમાં સપડાયા છે. બોડક્દેવ વિસ્તારના ભાજપના કોર્પોરેટર વાસંતી પટેલ પર તેમની જ સોસાયટીના સભ્યોએ ગંભીર આક્ષેપ કર્યો છે. બોડકદેવના આમ્રપાલી ફ્લેટમાં રહેતા નગરસેવિકા વાસંતીબેન પટેલે એક દાયકાથી મેઇન્ટેનન્સ ન ભર્યું હોવાનો આક્ષેપ કરાયો છે.  વાસંતી 2012થી પોતાની જ સોસાયટીનો મેન્ટેનન્સ ટેક્સ નથી ભર્યોં. પરિણામે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ વાસંતી સામે કાર્યવાહી કરતા તેમના ઘરનું પાણીનું કનેક્શન કાપી નાખ્યું હતું. સોસાયટીની કમિટીએ વાસંતીબહેનને બાકી રહેલા ટેક્સના પૈસા ભરવા લીગલ નોટિસ પણ ફટકારી છે. વાસંતી પર સોસાયટીનો અંદાજીત 2  લાખ 45 હજારનો ટેક્સ બાકી બોલે છે. એવું  કહેવાય છે કે, મેઇન્ટેનન્સ ન ભર્યું હોવાના કારણે હાલ વાસંતી પટેલ ફ્લેટ ખાલી કરી બીજે રહેવા જતા રહ્યાં છે. 
જો કે આ આક્ષેપો બાદ કોર્પોરેટર વાસંતીબેને પોતાનો બચાવ કર્યો અને કહ્યું કે ચેરમેન અને વહીવટકર્તાઓ દ્વારા હિસાબ રજુ કરાતા નથી…અને નિયમ કરતા વધુ રકમ માંગવામા આવે છે. આ અંગે કોર્ટમાં કેસ ચાલે છે. કોર્ટ કહેશે તે પ્રમાણે રકમ ભરપાઇ કરશે તેમ વાસંતીબેને જણાવ્યું છે. આ વિવાદ બાદ એ સવાલ તો જરૂર થાય કે શું આવા હોવા જોઈએ નગરસેવક?. શા માટે કોર્પોરેટર વાસંતીબેને 10 વર્ષથી નથી ભર્યો ટેક્સ?. કેમ પોતાનું જ ઘર ખાલી કરવાની તેમને નોબત આવી ?. જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કોર્પોરેટર ત્યારે જ સમાજ સુધારણા અને સ્વયંશિસ્ત અંગે વાત કરી શકે જો, તેમનું વર્તન અને વ્યવહાર યોગ્ય હોય. આવા કોર્પોરેટરથી શહેરીજનો શું શીખ લેશે?.