+

અમદાવાદની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સેનો વિરોધ, મેડિસિન વિભાગના હેડ સામે કાર્યવાહી કરવાની માગ…

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં  રેસિડેન્ટ ડૉક્ટર્સ લડી લેવાના મૂડમાં છે. મેડિસિન વિભાગના હેડ કમલેશ ઉપાધ્યાય સામે પગલા લેવાની માગ સાથે 1 ફેબ્રુઆરીથી  OPD સેવાથી અળગા રહેશે. રેસિડેન્ટ ડૉક્ટર્સનો મેડિસિન વિભાગના હેડ કમલેશ ઉપાધ્યાય સામે  માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો  અને પરીક્ષામાં ફેઇલ કરવાની ધમકી આપી હોવાનો આરોપ છે. જેને લઇ કમલેશ ઉપાધ્યાય સામે કાર્યવાહી કરી અને તેમને સસ્પેન્ડ à

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં  રેસિડેન્ટ ડૉક્ટર્સ લડી લેવાના મૂડમાં છે. મેડિસિન વિભાગના હેડ કમલેશ ઉપાધ્યાય સામે પગલા લેવાની માગ સાથે 1 ફેબ્રુઆરીથી  OPD સેવાથી અળગા રહેશે. રેસિડેન્ટ ડૉક્ટર્સનો મેડિસિન વિભાગના હેડ કમલેશ ઉપાધ્યાય સામે  માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો  અને પરીક્ષામાં ફેઇલ કરવાની ધમકી આપી હોવાનો આરોપ છે. જેને લઇ કમલેશ ઉપાધ્યાય સામે કાર્યવાહી કરી અને તેમને સસ્પેન્ડ કરવાની માગ છેલ્લા કેટલાક દિવસોથી કરવામાં આવી રહી છે. ત્યારે સતત વિરોધ પ્રદર્શન છતા કમલેશ ઉપાધ્યાય સામે કોઇ કાર્યવાહી ન કરાતા હવે રેસિડેન્ટ ડૉક્ટર્સે OPD સેવાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં દૈનિક OPDમાં આવતા 3 હજારથી વધુ લોકોને સીધી અસર થશે. 1 હજારથી વધુ રેસિડેન્ટ ડૉક્ટર્સના વિરોધ છતા કોઇ નિર્ણય ન લેવાતા હવે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાશે.

Whatsapp share
facebook twitter