+

સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની 3 સપ્તાહ માટે ટ્રેનિંગનું આયોજન

આજનાં યુગમાં સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિદ્યાર્થીઓ દ્વારા પૂર જોશમાં ચાલી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની શ્રેણીમાં આજે ગુજરાતનાં વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્ય કક્ષાએ હોય કે રાષ્ટ્રીય કક્ષાએ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યા છે. બધાં વિદ્યાર્થીઓની મહેનત અને કારર્કિદી સામે આવી રહી છે. ગુà
આજનાં યુગમાં સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિદ્યાર્થીઓ દ્વારા પૂર જોશમાં ચાલી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની શ્રેણીમાં આજે ગુજરાતનાં વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્ય કક્ષાએ હોય કે રાષ્ટ્રીય કક્ષાએ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યા છે. બધાં વિદ્યાર્થીઓની મહેનત અને કારર્કિદી સામે આવી રહી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 26 ડિસેમ્બર 2021 ના રોજ લેવાયેલી કમ્બાઈન્ડ કોમ્પિટિટિવ પરીક્ષામાં કુલ 5706 ઉમેદવારોને કામચલાઉ ધોરણે લાયક જાહેર કરવામાં આવ્યા હતા.
જેને ધ્યાનમાં રાખીને GTU સંચાલિત સેન્ટર ફોર કરિયર કાઉન્સિલિંગ એન્ડ એડવાન્સમેન્ટ (CCCI)દ્વારા સિવિલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની 3 સપ્તાહની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં 70થી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતાં. GTU દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તે માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું.
GPSCના પૂર્વ સભ્ય ડૉ.શ્રૃતિબેન કિકાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, ‘થિયરીની સાથોસાથ વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ જ્ઞાન હોવું પણ ખૂબ જરુરી છે.  આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો.ડૉ.નવીન શેઠે જણાવ્યું હતું કે,’સખત મહેનતનો અન્ય કોઈ વિકલ્પ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યા છે, ત્યારે આ પ્રકારની ટ્રેનિંગ તેઓને ખુબ જ મદદરૂપ થશે.’
Whatsapp share
facebook twitter