Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GSSSB New Exam Date: અગાઉ મોકૂફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખ જાહેર કરાઈ

06:27 PM May 04, 2024 | Aviraj Bagda

GSSSB New Exam Date: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તાજેતરમાં નિશ્ચિત દિવસને લઈ પરીક્ષા (GSSSB Exam) મોફૂક રાખવામાં આવી હતી. પરંતુ તે મોફુક રાખેલી પરીક્ષા (GSSSB Exam) ને લઈ સંચાલન દ્વારા નવી તારીઓની જાહેરાત કરવામાં આવી છે. જોકે અગાઉ રાજકીય કારણોસર આ પરીક્ષા (GSSSB Exam) ને મોફૂક રાખવામાં આવી હતી. તે ઉપરાંત આ પરીક્ષા (GSSSB Exam) ના કોલ લેટર (Call Letter) ને લઈ પણ વહેલી તકે માહિતી બહાર પાડવામાં આવશે.

  • મોફૂક રાખેલી પરિક્ષાનું મે માસમાં આયોજન કરાયું

  • ગ્રુપ A તથા ગ્રુપ B ના વિદ્યાર્થીઓ માટે આયોજન

  • કુલ 5,19,000 માં બાકી રહેલા ઉમેદવારો

અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત પરીક્ષા તા. 20, 21, 27, 28 એપ્રિલ 2024 અને તા. 4 અને 5 મેના રોજ રાખવામાં આવેલી પરીક્ષા (GSSSB Exam) ને અમુક કારણોસર મોફૂક રાખવામાં આવી છે. તો તા. 8 અને 9 મેના રોજ રાખવામાં આવેલી પરીક્ષા (GSSSB Exam) નિયમિત ક્રમ અનુસાર ચાલુ રાખવામાં આવી હતી. ત્યારે તેવી માહિતી આપવામાં આવી હતી કે, વહેલી તકે મોફૂક પરીક્ષા (GSSSB Exam) ની વિગતોને લઈ જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો: VADODARA : મતદાનના દિવસે સંભવિત હિટવેવ સામે 738 મેડિકલ ટીમ તૈનાત રહેશે

ગ્રુપ A તથા ગ્રુપ B ના વિદ્યાર્થીઓ માટે આયોજન

ત્યારે હાલમાં મળતી માહિતી મુજબ, આ પરીક્ષા (GSSSB Exam) ઓ May 2024 માસની અંદર તારીખ 11, 12, 13, 14, 15, 16, 17 અને 20 May ના રોજ આયોજન કરવામાં આવી છે. તે ઉપરાંત આ પરીક્ષા (GSSSB Exam) ને લઈ કોલ લેટર આજે સાંજે 6:00 કલાકથી સત્તાવાર વેબ સાઈટ પરથી ડાઉનલોટ કરી શકાશે. આ પરીક્ષા ગ્રુપ A તથા ગ્રુપ B ના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવી છે.

આ પણ વાંચો: Voting Craze: પુત્રી વિદેશથી આવી અને માતાએ વિદેશ પ્રવાસ ટાળ્યો, જાણો શું છે કહાણી?

કુલ 5,19,000 માં બાકી રહેલા ઉમેદવારો

તે ઉપરાંત અત્યાર સુધી 2,88,000 ઉમેદવારોએ પરીક્ષા આપી ચૂક્યા છે. તો તારીખ 8 અને 9 એ વધુ 60,000 ઉમેદવારો પરીક્ષા (GSSSB Exam) આપશે. તેથી કુલ 5,19,000 માં બાકી રહેલા ઉમેદવારો 20 મે સુધીમાં પરીક્ષા (GSSSB Exam) આપી શકશે. તેની સાથે આવતા સપ્તાહમાં નવી તારીખોનું અધિકૃત એલાન થશે.

આ પણ વાંચો: VADODARA : પાલિકાના કર્મીઓ દ્વારા વેપારીઓને પાવતી પકડાવતા રોષ