Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Job In Greece: ગ્રીસએ ભારત પાસે મદદની કરી પુકાર, કર્મચારીઓની અછત ગ્રીસમાં

06:26 PM Dec 20, 2023 | Aviraj Bagda

ગ્રીસમાં વિશ્વાસું કર્મચારીઓની અછત

ગ્રીસમાં કર્મચારીઓની અછત સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આ અઠતને પૂરી કરવા માટે ગ્રીસે ભારત પાસે મદદ માંગી છે. ભારત ઉપરાંત ગ્રીસએ મોલ્ડોવા અને જ્યોર્જિયા સાથે પણ વાતચીત કરી રહ્યું છે. ગ્રીસના ઈમિગ્રેશન મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારત અને ગ્રીસમાં કામદારો અંગેની ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે.

ગ્રીસમાં પાકિસ્તાની કર્મચારીઓની પસંદગી પર ના-મંજૂરી કરી વ્યક્ત

ગ્રીસના સ્થળાંતર મંત્રી દિમિત્રિસ કેરીડિસના જણાવ્યા અનુસાર, ભારતમાંથી 5 થી 10 હજાર કામદારોને ગ્રીસ લઈ જવામાં આવશે. જ્યોર્જિયા અને મોલ્ડોવામાંથી પણ તેટલા પ્રમાણમાં લોકો જશે. જો કે આ પરિસ્થિતિ પર પાકિસ્તાને ગ્રીસની આ યોજનામાં સામેલ થવા માટે ગ્રીક સરકારનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ ગ્રીસ સરકારે પાકિસ્તાનની વિનંતીને અવગણી હતી અને કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારે પાકિસ્તાની લોકો દરરોજ ફરિયાદ કરતા રહે છે કે તેમની પસંદગીના દેશમાં કરવાની મંજૂરી કેમ આપવામાં આવતી નથી.

ગ્રીસનો ભારતના કર્મચારી પર અતૂૂટ વિશ્વાસ

ગ્રીસના શ્રમ અને સામાજિક વીમા મંત્રી એડોનિસ જ્યોર્જિયાડીસે જણાવ્યું હતું કે, “ઘણા લોકો મને પૂછે છે કે અમે કયા દેશો સાથે કામદારોને ગ્રીસ લાવવા માટે વાત કરી રહ્યા છીએ. તો તેમાં જ્યોર્જિયા, ભારત અને મોલ્ડોવાનો સમાવેશ થયો છે. આ પછી ફિલિપાઇન્સ, વિયેતનામ અને આર્મેનિયા પણ આમાં સામેલ છે. પાકિસ્તાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.” સ્થળાંતર મંત્રી દિમિત્રીસ કેરિડીસે કહ્યું, “ગ્રીસમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં કામદારોની અછત છે. અમે એવા લોકો ઈચ્છીએ છીએ જેઓ શાંતિ પસંદ કરે અને શાંતિથી પોતાનું કામ કરે, અમે ઈચ્છીએ છીએ કે અહીં કામ કરતા અમારા લોકો તુર્કીના ઈસ્લામવાદી એજન્ડા વિશે વાત ન કરે. તેઓના મને વિશ્વાસ છે કે ભારતીય, મોલ્ડોવન અને જ્યોર્જિયન કામદારો ગ્રીસની સફળતામાં વધારો કરશે.”

આ પણ વાંચો: ઉત્તર કોરિયાએ ઘન ઈંધણ પર મહારથ હાંસિલ કરી, બનાવી વિનાશકારી મિસાઈલ