+

Iran Hospital Fire: ઈરાનની હોસ્પિટલમાં લાગી વિકરાળ આગ, કુલ 9 ના મોત

Iran Hospital Fire: ઈરાન (Iran) ના ઉત્તરી ભાગમાં આવેલા એક હોસ્પિટલ (Hospital) માં ભીષણ આગ (Fire) લાગી હતી. ત્યારે આ આગને કારણે હોસ્પિટલ (Hospital Fire) માં હાજર દર્દીઓ પૈકી કુલ…

Iran Hospital Fire: ઈરાન (Iran) ના ઉત્તરી ભાગમાં આવેલા એક હોસ્પિટલ (Hospital) માં ભીષણ આગ (Fire) લાગી હતી. ત્યારે આ આગને કારણે હોસ્પિટલ (Hospital Fire) માં હાજર દર્દીઓ પૈકી કુલ 9 દર્દીઓના હોસ્પિટલ (Hospital Fire) માં આગને કારણે મોત નિપજ્યા છે. તો સ્થાનિક સરકારી મીડિયાએ આ વાતની પુષ્ટી કરી હતી.

  • સોમવારની રાત્રે આશરે 1:30 કલાકે આગની ઘટના બની

  • કુલ 120 લોકોને બચાવ કર્મીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા

  • આગને લઈ વિશેષ કાર્યવાહી કરવાની સૂચના પાઠવી

ત્યારે ઈરાનના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, Iran માં સોમવારની રાત્રે આશરે 1:30 કલાકે ઈરાનની રાજધાની તેહરાનના ઉત્તર-પશ્ચિમથી લગભગ 330 કિમી દૂર આવેલા રશ્ત શહેરની અંદર કૈમ હોસ્પિટલ (Hospital Fire) ની અંદર એકાએક આગ ફાટી નીકળી હતી. તો આ આગ હોસ્પિટલ (Hospital Fire) ના બેસમેન્ટમાં વીજળીના શોટ સર્કિટના કારણે આ વિકરાળ આગ લાગી હતી. તો બેસમેન્ટમાં હોસ્પિટલમાં (Hospital Fire) ઉપયોગ આવતો સામાન મૂકવામાં આવ્યો હતો.

આગને લઈ વિશેષ કાર્યવાહી કરવાની સૂચના પાઠવી

તો આ ઘટનાની જાણ થતા અગ્નિશામક દળ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા હતા. ત્યારે આ હોસ્પિટલ (Hospital Fire) ની અંદર આગ લાગી, ત્યારે 140 વધુ લોકો અંદર હતા. તો તમામને બચાવવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરુઆત કરવામાં આવી હતી. તો બચાવેલા 120 લોકોને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હાલ, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તે ઉપરાંત સરકારે હોસ્પિટલ (Hospital) માં આગને લઈ વિશેષ કાર્યવાહી કરવાની સૂચના પાઠવી છે.

આ પણ વાંચો: ખેતરમાં ઘૂસ્યો ઊંટ, ગુસ્સામાં આવેલા જમીનદારે કાપી દીધો પગ અને પછી…

Whatsapp share
facebook twitter