+

Google Gemini: ગૂગલે ભારતમાં કુલ 9 ભાષામાં Gemini AI એપ્લિકેશન કરી લોન્ચ

Google Gemini: તાજેતરમાં Google એ ભારતમાં એવા AI ટૂલને લોન્ચ કર્યું છે, જેની મદદથી લોકો જે કામ કરવામાં એક કલાક લગાડે છે. તે કામ હવે માત્ર 10 મિનિટમાં થઈ શકશે.…

Google Gemini: તાજેતરમાં Google એ ભારતમાં એવા AI ટૂલને લોન્ચ કર્યું છે, જેની મદદથી લોકો જે કામ કરવામાં એક કલાક લગાડે છે. તે કામ હવે માત્ર 10 મિનિટમાં થઈ શકશે. ત્યારે Google ના આ AI ટૂલનું નામ જેમિની એડવાન્સ આપવામાં આવ્યું છે. જોકે સૌ પ્રથમ જેમિની AI ટૂલને માત્ર ડેક્સટોપ માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ Gemini AI ટૂલને લઈ Google દ્વારા મોબાઈલ માટે એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

  • ડાઉનલોડ કરવા માટે Google Play Store ની મુલાકાત કરો

  • Gemini Advanced ને કુલ 9 ભાષામાં લોન્ચ કરવામાં આવ્યું

  • નિબંધ કે અહેવાલ સરળતાથી લખી શકો છો

ત્યારે Gemini AI ટૂલની એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે Google Play Store ની મુલાકાત કરો. તો Gemini AI ની એપ્લિકેશનને કુલ 9 ભાષામાં તૈયાર કરવામાં આવી છે. જોકે આ Gemini AI ને માત્ર કોઈપણ Google બ્રાઉસરની મદદથી ઉપયોગ કરી શકાશે. તો Google એ તેના એક Blog માં જણાવ્યું હતું કે, Gemini 1.5 Pro નું આધાનુકિ વર્ઝન Gemini Advanced ને ભારતમાં કુલ 9 ભાષામાં લોન્ચ કરવામાં આવ્યું છે.

નિબંધ કે અહેવાલ સરળતાથી લખી શકો છો

તે ઉપરાંત Gemini AI ની મદદથી Google Messages ની માહિતી પણ જાણી શકાશે. આ Gemini AI ની મદદથી તમે કોઈ પણ વિષયને લઈને નિબંધ કે અહેવાલ સરળતાથી લખી શકો છો. તો Gemini AI ને લઈ Google ના અધિકારીઓ ઘણા ખુશ છે, કારણ કે… તેઓ પ્રાયોગિક ધોરણે આ અવલોકન કરી રહ્યા છે. અને તેઓ જોવા માગે છે કે તેમને Gemini AI ને લઈ ભારતમાંથી કેવો પ્રતિસાદ મળે છે. જોકે ભારત ઉપરાંત આ Gemini AI ને તુર્કી, બાંગ્લોદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં લોન્ચ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Elon Musk ની મોટી કાર્યવાહી,2 લાખથી વધુ એકાઉન્ટ કર્યા BANNED

Whatsapp share
facebook twitter