+

અમેરિકા જવા ઈચ્છુક યાત્રીઓ માટે Good News, કોરોના ટેસ્ટ રિપોર્ટને લઇને આવી નવી Update

જો તમે અમેરિકા જવા ઈચ્છુક છો તો તમારા માટે આ સમાચાર વાંચવા ખૂબ જ જરૂરી છે. જીહા, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસનો ગ્રાફ નીચે આવી રહ્યો છે. જે જોતા હવે ઘણા દેશોએ તેમના ત્યા કોવિડના નિયમોને હળવા કરી દીધા છે. આ કડીમાં અમેરિકાએ પણ જોડાઇ ગયું છે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ રિપોર્ટને લઇને એક નવી અપડેટ આપી છે. જો હવે તમે અમેરિકા જવા ઇચ્છો છો તો તમારે હવે એક દિવસની અંદર
જો તમે અમેરિકા જવા ઈચ્છુક છો તો તમારા માટે આ સમાચાર વાંચવા ખૂબ જ જરૂરી છે. જીહા, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસનો ગ્રાફ નીચે આવી રહ્યો છે. જે જોતા હવે ઘણા દેશોએ તેમના ત્યા કોવિડના નિયમોને હળવા કરી દીધા છે. આ કડીમાં અમેરિકાએ પણ જોડાઇ ગયું છે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ રિપોર્ટને લઇને એક નવી અપડેટ આપી છે. 
જો હવે તમે અમેરિકા જવા ઇચ્છો છો તો તમારે હવે એક દિવસની અંદર કોવિડ-19 ટેસ્ટ કરાવવાની જરૂરિયાત નથી. એક વરિષ્ઠ વહીવટી અધિકારીના જણાવ્યા અનુસાર, આ નિયમ રવિવારે બપોરે 12 વાગ્યા પછી પૂર્ણ થઇ જશે. અધિકારીનું કહેવું છે કે, સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને નિર્ણય લીધો છે કે હવે તેની જરૂર નથી. આ પહેલા બાઇડેન વહીવટીતંત્રએ ગત વર્ષે આ ટેસ્ટને ફરજીયાત બનાવ્યું હતું. અમેરિકાએ ભારત સહિત યુરોપ, બ્રાઝિલ, ચીન, ઈરાન, દક્ષિણ આફ્રિકા જેવા ઘણા અન્ય દેશો પર લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધો હટાવ્યા હતા. જોકે, તેના બદલે એક નિયમ તે બનાવવામાં આવ્યો હતો કે, અમેરિકમાં યાત્રા કરતા અન્ય દેશોના પુખ્ત વયના લોકોએ સંપૂર્ણ રસીકરણ કરવું આવશ્યક છે. આ પછી, એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે સંપૂર્ણ રસીવાળા વ્યક્તિઓ મુસાફરીના ત્રણ દિવસ પહેલા નેગેટિવ ટેસ્ટનો પુરાવો બતાવશે.  
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઉનાળાની વ્યસ્ત મુસાફરીની મોસમ શરૂ થઈ રહી છે અને લોકો રજાના મૂડમાં છે. એરલાઈન્સે કહ્યું છે કે, ઘણા અમેરિકનો આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા નથી. તેનું કારણ એ છે કે જો તે આમ કરે છે અને ભૂલથી જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો તેમણે વિદેશમાં ફસાઈ જવું પડશે. ગયા વર્ષે નવેમ્બરમાં, જ્યારે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો તેની સર્વોચ્ચ સપાટીએ હતો, ત્યારે બાઇડેન વહીવટીતંત્રે તમામ મુસાફરો માટે પ્રતિબંધો કડક કર્યા હતા. આ દરમિયાન, તમામ રસી અને બિન-રસી કરાયેલા લોકો માટે પ્રતિબંધો સમાનરૂપે લાગુ કરવામાં આવ્યા હતા. દરમિયાન, એરલાઇન્સ અને પર્યટન જૂથો સરકાર પર આ પ્રતિબંધો હટાવવા માટે સતત દબાણ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ પ્રતિબંધોને કારણે લોકો અમેરિકા જવાનું ટાળી રહ્યા છે. વળી, અન્ય ઘણા દેશોએ સંપૂર્ણ રસીવાળા લોકો માટે ટેસ્ટ નિયમો દૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઇ કાલની સરખામણીએ આજે કેસમાં 9.8 ટકાનો વધારો થયો છે. હાલમાં ભારતમાં પરિસ્થિતિ કોરોનાને લઇને બગડી રહી છે. ત્યારે ભારતમાં આવનારા સમયમાં કોરોનાના નિયમો કડક કરવામાં આવે તો નવાઇ નથી.  
Whatsapp share
facebook twitter