+

Gondal : નગરપાલિકા, ડે. કાર્યપાલક ઇજનેરના નકલી રબર સ્ટેમ્પ બનાવી ઉપયોગ કરનારા 5 ઝડપાયા

અહેવાલ- વિશ્વાસ ભોજાણી, ગોંડલ હાદસોકા શહેર મનાતા ગોંડલમાં નીત નવા હાદશા બનતા જ રહેતા હોય છે. ત્યારે અત્રેના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ પાસે આવેલ કૃષ્ણા ઇન્ફોકોમન સર્વિસ અને અલ્ટ્રા જનસુવિધા કેન્દ્રમાં ગોંડલ…

અહેવાલ- વિશ્વાસ ભોજાણી, ગોંડલ

હાદસોકા શહેર મનાતા ગોંડલમાં નીત નવા હાદશા બનતા જ રહેતા હોય છે. ત્યારે અત્રેના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ પાસે આવેલ કૃષ્ણા ઇન્ફોકોમન સર્વિસ અને અલ્ટ્રા જનસુવિધા કેન્દ્રમાં ગોંડલ નગરપાલિકા પાલિકા, પાલિકાનાં સદસ્ય તેમ જ નાયબ કાર્યપાલક ઇજનેરના ડુબલિકેટ રબર સ્ટેમ્પના આધારે આધાર કાર્ડ કાઢી દેવામાં આવતું હોય 5 શખ્સોને રંગેહાથ ઝડપી લઇ પાલિકાના સદસ્ય એ પોલીસ ફરિયાદ નોંધાવતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ નગરપાલિકાના સદસ્ય ઋષિરાજસિંહ વજુભા જાડેજા એ ઉપરોક્ત બંને એજન્સીઓમાં જાત ચકાસણી કરતા તેઓના તેમ જ નગરપાલિકા અને નાયક કાર્યપાલક ઇજનેરના ડુપ્લિકેટ રબર સ્ટેમ્પના ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ ઊભા કરી તેને ખરા ખેરવી આધાર કાર્ડ કાઢી આપી તગડી કમાણી કરી ભ્રષ્ટાચારવાનું ધ્યાને આવતા પાલિકાના સદસ્યોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાજલબેન રમણીકભાઈ આહીર, તેના ભાઈ વિકાસ અને અમિત દિનેશભાઈ પટેલ, તેના ભાઈ પરેશ તેમ જ દિવ્યાબેન જિતેન્દ્રભાઈ ગોહિલ વિરુદ્ધ આઈપીસી કલમ 465, 471, 473, 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો – AMC દ્વારા આયોજિત Kankaria Carnival નું સમાપન

Whatsapp share
facebook twitter