+

ભારત-પાકિસ્તાનની મેચમાં ક્રિકેટરોના ફોટા પેઇન્ટ કરેલા નેઇલ દ્વારા ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરશે યુવતીઓ

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ 14 ઓક્ટોબરના રોજ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત પાકિસ્તાનનો મેચને લઈને ગુજરાતભરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં યુવતીઓ…

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ

14 ઓક્ટોબરના રોજ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત પાકિસ્તાનનો મેચને લઈને ગુજરાતભરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં યુવતીઓ નેઇલ આર્ટ કરી ક્રિકેટરોને પ્રોત્સાહન આપતી જોવા મળી રહી છે..

રાજકોટની જોશના સોસા કે જે નેઇલ આર્ટનું કામ કરે છે, તે જણાવે છે કે નવરાત્રી અને વર્લ્ડકપને લઇને યુવતીઓમાં નેઇલ આર્ટનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં અનેક યુવતીઓ નેઇલ આર્ટના માધ્યમથી ઘરે બેઠા તેમજ જ્યાં-જયાં મેચ નીહાળવા મોટી સ્ક્રિન મુકવામાં આવી છે ત્યાં પહોંચીને ટીમને સપોર્ટ કરશે.

નેઇલ આર્ટનું કામ કરતા જોશનાબેને ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે નવરાત્રી સાથે સાથે વર્લ્ડ કપને લઈને પણ યુવતીઓમાં નેઇલ આર્ટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે નખ ઉપર વિરાટ કોહલી, રોહિત શર્માના ફોટા, તથા ક્રિકેટ લખ્યુ હોય તેવા નેઇલ તૈયાર કરાયા છે.  જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ઘરમાં ચાલતી હતી હશે ત્યારે આ નખ ચોંટાડી, ઘરમાં ટીવીની સામે કે પછી મોટી સ્ક્રીનમાં મેચ જોતા જોતા આ યુવતીઓ ભારતીય ટીમને સપોર્ટ કરતી જોવા મળશે.

રાજકોટ શહેરમાં ભારત પાકિસ્તાનને લઈને જે મહાનગરપાલિકા દ્વારા પણ રાજકોટ શહેરમાં અલગ અલગ ચાર સ્થળો ઉપર મોટી સ્ક્રીન મૂકી અને લોકો મેચ નિહાળી શકે તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે

Whatsapp share
facebook twitter