+

રાજકોટ અગ્નિકાંડને લઇ સૌથી મોટા સમાચાર, TRP ગેમ ઝોન મામલે સામે આવ્યા પુરાવા

Rajkot TRP game zone: રાજકોટ અગ્રિકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે સરકારના આદેશ પ્રમાણે સઘન તપાસ ચાલી રહીં છે. આ દરમિયાન…

Rajkot TRP game zone: રાજકોટ અગ્રિકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે સરકારના આદેશ પ્રમાણે સઘન તપાસ ચાલી રહીં છે. આ દરમિયાન અનેક સ્થળો પર નિયમોના ધજાગરા જોવા મળ્યા છે. અધિકારીઓની રહેમ પર ચાલતા અનેક ગેમ ઝોન અને બાંધકામો સીલ કરવામાં આવ્યા છે. અત્યારે રાજકોટ અગ્નિકાંડને લઇ સૌથી મોટા સમાચાર આવ્યા સામે છે. TRP ગેમ ઝોનને મનાઇ હુકમ ફરમાવ્યાના પુરાવા સામે આવ્યા છે.

બાંધકામ તોડવા માટે અંતિમ નોટિસ આપવામાં આવી હતી

મળતી જાણકારી પ્રમાણે બાંધકામને તોડી પાડવા સંચાલક યુવરાજસિંહ સોલંકીના નામે મનાઇ હુકમ ફરમાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 11 એપ્રિલ 2023માં બાંધકામ તોડવા માટે અંતિમ નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ TP શાખા દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહીં. બાંધકામ તોડવાની સ્પષ્ટ સૂચના છતાં પણ TPO અને ATPOની રહેમ નજર હેઠળ TRP ગેમઝોન (TRP game zone) ધમધમી રહ્યું હતુ. રજીસ્ટરમાં કુલ 692 મિલકતો સામે મનાઇ હુકમ ફરમાવવામાં આવ્યો છે.

રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 27 લોકોના જીવ હોમાયા

નોંધનીય છે કે, મનાઈ હોવા છતાં પણ ગેમ ઝોન ચાલી રહ્યું હતું. તેનો મતલબ એવો થયો કે, લોકોના જીવની જાણી જોઈને આહુતી આપવામાં આવી કહેવાય? કારણ કે, રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 27 લોકોના જીવ હોમાયા છે. આ લોકો આગમાં તડપી તડપીને મોતને વ્હાલા થયા છે. જો કે, આ મામલે કાર્યવાહીનો દોર પણ ચાલું થયો છે. કેટલાક અધિકારીઓની અટકાયત પણ કરવામાં આવી છે. આ સાથે તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહીં છે.

અગ્નિકાંડ મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અત્યારે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ મામલે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યો છે. જેને લઈને અત્યારે અધિકારીઓની બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. મળતી જાણકારી પ્રમાણે આ ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો: Jamkandorana : તાંત્રિક વિધિના નામે વેપારી સાથે કરાઇ 13 લાખની છેતરપિંડી, વાંચો અહેવાલ

આ પણ વાંચો:  DABHOI : માએ પોતાની મમતા લજવી, ડિલિવરી થયા બાદ બાળકને તરછોડી માતા ફરાર

આ પણ વાંચો:   AHMEDABAD : ભાડૂઆતે મકાન માલિકના સાથે જ કરી છેતરપિંડી, ખાતામાંથી રૂ. 4.10 ઉઠાવ્યા

Whatsapp share
facebook twitter