+

Raveena Tandon એ દારૂના નશામાં વૃદ્ધ મહિલા સાથે મારપીટ કરી, ભીડે એક્ટ્રેસને ઘેરી Video

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન (Raveena Tandon) હાલમાં તેના એક વીડિયોને લઈને હેડલાઈન્સમાં છે. હકીકતમાં, અભિનેત્રી પર એક વૃદ્ધ મહિલા અને તેના પરિવાર સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. પીડિતાનો…

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન (Raveena Tandon) હાલમાં તેના એક વીડિયોને લઈને હેડલાઈન્સમાં છે. હકીકતમાં, અભિનેત્રી પર એક વૃદ્ધ મહિલા અને તેના પરિવાર સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. પીડિતાનો આરોપ છે કે, અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon) ગઈકાલે રાત્રે દારૂના નશામાં તેની સાથે મારપીટ કરી હતી. આ પછી, અભિનેત્રીને સ્થાનિક લોકો દ્વારા ઘેરી લેવામાં આવે છે અને હુમલો કરવામાં આવે છે તેવો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના રવિના ટંડનના ઘર પાસે બની હતી…

વાસ્તવમાં, આ સમગ્ર ઘટના ગત શનિવારે રાત્રે બની હતી, પ્રાથમિક માહિતી અનુસાર રવિનાના ડ્રાઈવર પર રિઝવી કોલેજ પાસે કાર્ટર રોડ પર બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ અને ત્રણ લોકોને ટક્કર મારવાનો આરોપ છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પરંતુ જ્યારે અમે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે તેમનો ડ્રાઈવર રવિના ટંડન (Raveena Tandon)ના ઘર પાસે કારને રિવર્સમાં લઇ રહ્યો હતો, આ દરમિયાન તેની કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો.

રવિના પર મારપીટનો આરોપ…

અવાજ સાંભળીને જ્યારે રવિના ટંડન (Raveena Tandon) બહાર આવી અને લોકોને સમજાવવાનો અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ લોકોએ તેને ઘેરી લીધી અને તેના પર કથિત રીતે કેટલીક મહિલાઓ દ્વારા મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ એક્ટ્રેસને ધક્કો માર્યો હતો. વીડિયોમાં રવિનાને એવું કહેતા સંભળાય છે કે, “મને ધક્કો મારશો નહીં… પ્લીઝ મને મારશો નહીં.” આ ઘટના બાદ બંને પક્ષના લોકો મુંબઈના પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેઓએ પોલીસને લેખિત નિવેદન આપ્યું કે તેઓએ કોઈ ફરિયાદ ન કરવી જોઈએ. વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે, મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને એમાં રવિનાનો કોઈ દોષ નથી.

રવિનાનું વર્ક ફ્રન્ટ…

રવિના ટંડન (Raveena Tandon)ની આગળની ફિલ્મની વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘ટાઈમ મશીન’માં જોવા મળશે.

આ પણ વાંચો : Film Kalki 2898 AD: પ્રભાસની ફિલ્મ કલ્કીમાં જોવા મળેલી કારે પ્રભાસ કરતા વધારે લોકોના દિલ જીત્યા

આ પણ વાંચો : ENTERTAINMENT: સની દેઓલ પર છેતરપિંડીનો આરોપ,નિર્માતાને લગાવ્યો કરોડોનો ચૂનો

આ પણ વાંચો : House of Ali Event માં સની લિયોનીએ મણિપુરની પ્રખ્યાત પોશાક પહેરી દિલના ધબકારા વધાર્યા

Whatsapp share
facebook twitter