+

ભાગેડૂ અમૃતપાલ સિંહનું મોગા પોલીસ સમક્ષ આત્મસમર્પણ

ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે મોગા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું. અમૃતપાલ છેલ્લા એક મહિનાથી ફરાર હતો. અજનાલા કાંડ બાદ ફરાર હતો અમૃતપાલ સિંહ. અમૃતપાલ સિંહ છેલ્લાં 36 દિવસથી ફરાર હતો. ગુરુદ્વારાની અંદરથી…

ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે મોગા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું. અમૃતપાલ છેલ્લા એક મહિનાથી ફરાર હતો. અજનાલા કાંડ બાદ ફરાર હતો અમૃતપાલ સિંહ. અમૃતપાલ સિંહ છેલ્લાં 36 દિવસથી ફરાર હતો. ગુરુદ્વારાની અંદરથી પોલીસે કરી અમૃતપાલ સિંહની ધરપકડ. ખાલીસ્તાની સમર્થક ભાગેડૂ અમૃતપાલ સિંહ પોલીસના હાથે ઝડપાયો.

અમૃતપાલ સિંહ અજનાલા ઘટના બાદથી ફરાર હતો. છેલ્લા એક મહિના દરમિયાન પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને પકડવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવશે. આ એ જ જેલ છે જ્યાં તેના ઘણા સાથીઓને પણ રાખવામાં આવ્યા છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ સરકારી કાર્યવાહીમાં અવરોધ, શાંતિ ભડકાવવા જેવા અનેક ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ સિંહે શનિવારે મોડી રાત્રે મોગા પોલીસની સામે સરન્ડર કર્યું હતું.

Whatsapp share
facebook twitter