+

અમદાવાદના કાપડ વેપારી સાથે છેતરપિંડી, ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાંથી વધુ એક છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રૂપિયા 1. 69 કરોડનો ગ્રે કાપડનો માલ મેળવી પેમેન્ટ ન ચૂકવતા વેપારીએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે સુરતના ચાર લોકો વિરુદ્ધ આર્થિક…

અમદાવાદમાંથી વધુ એક છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રૂપિયા 1. 69 કરોડનો ગ્રે કાપડનો માલ મેળવી પેમેન્ટ ન ચૂકવતા વેપારીએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે સુરતના ચાર લોકો વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ ખાતે ફરિયાદ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના ચાર લોકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના એક વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનાર સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી અને ગુનો નોંધી આરોપીઓને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાંથી અનેક વખત છેતરપિંડીના કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલમાં કિરણ પટેલનો કેસ ખૂબ ચર્ચામાં છે. તેણે સરકારમાં કામ કરતો હોવાના બહાને અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. હાલમાં જ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ મોરબીમાં એક ફરિયાદ પણ નોંધાઈ છે.

આ પણ વાંચો : જામનગર : સેતાવાડમાં મકાન જમીનદોસ્ત થતાં દોડધામ, મોટી જાનહાની ટળી

Whatsapp share
facebook twitter