+

પેરિસ ઓલિમ્પિકથી ભારત માટે આવ્યા પહેલા ‘Good News’!

Paris Olympic 2024 માંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યા ભારતીય મહિલા તીરંદાજી ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ થઇ ગઇ છે. ચોથા ક્રમે રહીને ભારતીય તીરંદાજી ટીમે આપણા…

Paris Olympic 2024 માંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યા ભારતીય મહિલા તીરંદાજી ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ થઇ ગઇ છે. ચોથા ક્રમે રહીને ભારતીય તીરંદાજી ટીમે આપણા દેશનું નામ રોશન કર્યું છે. ટીમ ક્વોલિફાયરમાં પહોંચતા જ તીરંદાજો મેડલની નજીક આવી ગયા છે.

મહિલા તીરંદાજી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં

ગુરુવારે આયોજિત રેન્કિંગ રાઉન્ડમાં, દીપિકા કુમારી, અંકિતા ભકત અને ભજન કૌરે મળીને 1983 પોઈન્ટ બનાવ્યા, જેના કારણે ભારત ચોથા સ્થાને રહ્યું અને આ સાથે ભારતે મહિલા તીરંદાજી ટીમ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં સીધી જગ્યા બનાવી. અંકિતા ભગતે રેન્કિંગ રાઉન્ડમાં મહિલા તીરંદાજોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સિઝનનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ નોંધાવ્યો હતો. તે વ્યક્તિગત રાઉન્ડમાં 666ના સ્કોર સાથે 11માં ક્રમે રહી હતી, જ્યારે ભજન કૌર 22મા અને દીપિકા કુમાર 23મા ક્રમે રહી હતી. ભજન કૌરે 659 જ્યારે દીપિકાએ 658 રન બનાવ્યા હતા. આ ત્રણેયના સરેરાશ પ્રદર્શનના આધારે મહિલા ટીમનું રેન્કિંગ નક્કી કરવામાં આવ્યું હતું અને તે ચોથા સ્થાને રહી હતી.

પેરિસ ઓલિમ્પિકથી ભારત માટે પહેલા ‘ગુડ ન્યૂઝ’!
તિરંદાજીમાં ભારતીય મહિલા ટીમ થઇ ક્વોલિફાઇ
ચોથા ક્રમે રહીને ભારતીય તિરંદાજી ટીમ ક્વાર્ટરમાં
ક્વોલિફાયરમાં મહિલા તિરંદાજ ટીમ ચોથા ક્રમે રહી
અંકિતા ભકત, ભજન કૌર, દિપીકા કુમારીની ટીમ
તિરંદાજ અંકિતા ભકતનું સિઝન બેસ્ટ પરફોર્મન્સ
અંકિતા ભકત 64 તિરંદાજોમાં 11મા ક્રમે રહી
તિરંદાજ ભજન કૌર 22મા અને દિપીકા 23મા ક્રમે રહી

ટોપ-4માં ક્વોલિફાય થયેલી ટીમ

સાઉથ કોરિયાના લિમ સિહ્યોને વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં 12 રાઉન્ડના અંતે 694 પોઈન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ટીમ રેન્કિંગમાં પણ, દક્ષિણ કોરિયા 2046 ના ઓલિમ્પિક રેકોર્ડ સ્કોર સાથે ટોચ પર છે, જ્યારે ચીન 1966 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ટીમ સ્ટેન્ડિંગમાં મેક્સિકો 1986 પોઈન્ટ સાથે ભારત કરતાં માત્ર ત્રણ પોઈન્ટ આગળ હતું. ભારતીય તીરંદાજો હવે 30 જુલાઈએ ટીમ ઈવેન્ટના નોકઆઉટ રાઉન્ડ અને વ્યક્તિગત ઈવેન્ટની મુખ્ય મેચો રમશે. પુરુષોના વ્યક્તિગત અને ટીમ રેન્કિંગ રાઉન્ડ આજે સાંજે 5:45 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો: Paris Olympic 2024 : ઓલિમ્પિક મેડલના લક્ષ્ય સાથે PV Sindhu નું પેરિસ મિશન

Whatsapp share
facebook twitter