+

Delhi ના મુંડકા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ, 26 ફાયર ટેન્કરો ઘટનાસ્થળે હાજર…

દિલ્હી (Delhi)ના મુંડકા વિસ્તારમાં શનિવારે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટના બાદ સમગ્ર વિસ્તામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જે બાદ…

દિલ્હી (Delhi)ના મુંડકા વિસ્તારમાં શનિવારે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટના બાદ સમગ્ર વિસ્તામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જે બાદ ફાયરની 26 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનું કામ શરુ કર્યું હતું. હાલ આગ શું કારણે લાગી હતી તે જાણી શકાયું નથી.

મુંડકા વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી…

મળતી માહિતી મુજબ, જે ફેક્ટરીમાં આગ લાગી તે બહારી દિલ્હી (Delhi)ના મુંડકા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કારના પાર્ટ્સ બનાવવાની ફેક્ટરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દિલ્હી (Delhi) ફાયર સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને સાંજે 4.30 વાગ્યે માહિતી મળી હતી કે મેટ્રોના થાંભલા નંબર 610 પાસે સ્થિત ફેક્ટરીમાં આગ લાગી છે.

26 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે…

ફાયર ઓફિસરે જણાવ્યું કે ઓછામાં ઓછા 26 ફાયર ટેન્કરો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ફેક્ટરી જમીનના વિશાળ પ્લોટ પર એક માળની ઇમારતમાં આવેલી છે. અધિકારીએ જણાવ્યું કે ફેક્ટરીમાં રાખવામાં આવેલા રસાયણો અને પ્લાસ્ટિકની વસ્તુઓને કારણે સ્થળ પર કાળા ધુમાડાના વાદળો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Jammu and Kashmir : કુલગામમાં ભયાનક માર્ગ અકસ્માત, ચારના મોત, ત્રણની હાલત ગંભીર…

આ પણ વાંચો : Haryana : ધારાસભ્ય રાકેશ દૌલતાબાદનું અવસાન, 45 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ…

આ પણ વાંચો : Chhattisgarh માં વધુ એક અથડામણ, સુરક્ષા દળોએ એક નક્સલીને ઠાર માર્યો, હથિયારો અને દારૂગોળો જપ્ત…

Whatsapp share
facebook twitter