+

વિપક્ષના નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર પર જાણો શું બોલ્યા હર્ષ સંઘવી?

નવા સંસદ ભવનને લઇને દેશમાં રાજકારણ ગરમાયું છે. 28 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનની નવી ઈમારતનું ઉદ્ઘાટન કરવાના છે. જે પહેલા કોંગ્રેસ સહિત 19 વિપક્ષીય પાર્ટીઓએ…

નવા સંસદ ભવનને લઇને દેશમાં રાજકારણ ગરમાયું છે. 28 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનની નવી ઈમારતનું ઉદ્ઘાટન કરવાના છે. જે પહેલા કોંગ્રેસ સહિત 19 વિપક્ષીય પાર્ટીઓએ પોતાનો વિરોધ નોંધાવતા આ ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જેને લઇને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં કહ્યુ કે આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ કે નહીં?

વિકાસનો વિરોધ કેમ : હર્ષ સંઘવી

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં દેશની 19 વિપક્ષીય પાર્ટીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જેણે હવે રાજકારણનું સ્વરૂપ લઇ લીધું છે. ત્યારે આ અંગે રોજ નેતાઓના અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે અને વિરોધ પક્ષ પર નિશાનો સાધતા કહ્યું છે કે, વિકાસનો વિરોધ કેમ? તેમણે આગળ કહ્યું કે, તમે લોકસભાનો વિરોધ કરી રહ્યા છો, આવા એક એક લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ કે નહીં?

વિપક્ષ તેનો વિરોધ કરવાનું ચૂકતા નથી : હર્ષ સંઘવી

ભગવાન રામ લલ્લાના મંદિરનું નિર્માણ પૂર્ણ થશે અને લોકોનું સપનું પણ પૂર્ણ થશે તો પણ આ મુદ્દે વિપક્ષ તેનો વિરોધ કરવાનું ચૂકતા નથી. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરવા માટે પણ વિપક્ષ હંમેશા તત્પર રહે છે. આજે કડોદરા ખાતે અંડર બ્રિજ અને CCTV સર્વેલન્સ કેમેરાના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત હર્ષ સંઘવીએ 19 વિરોધ કરી રહેલા પક્ષને વિકાસના વિરોધી ગણાવતા આકરા પ્રહાર કર્યો હતા. તેમણે આગળ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદશની ધરતી પર ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, વિપક્ષ રામમંદિર બાદ હવે સંસદનો વિરોધ કરે છે. સસંદ આપણા માટે આસ્થાનું કેન્દ્ર છે.

આ પણ વાંચો – 19 વિપક્ષી પાર્ટીઓએ NEW PARLIAMENT BUILDING ના ઉદ્ધાટન સમારોહનો કર્યો બહિષ્કાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter